તાલિબાનની વાર્ષિક કમાણી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, જાણો ક્યાંથી એકઠા કરે છે આટલા પૈસા

  • અફઘાનિસ્તાનમાં તાલિબાને પોતાનો કબજો કરી લીધો છે અને મંગળવારે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પહેલીવાર પત્રકાર પ્રેસ કોંફરન્સ યોજી હતી. પ્રેસ કોંફરન્સ કરતી વખતે ઝબીઉલ્લાહે કહ્યું કે અમે કોઈ પ્રત્યે નફરતની ભાવના રાખીશું નહીં. અમારે બાહ્ય કે આંતરિક દુશ્મનો નથી જોઈતા. તાલિબાની નેતા જલાલાબાદમાં વ્યૂહરચના પર ચર્ચા કરી રહ્યા છે. દોહામાં પણ બેઠકો ચાલી રહી છે. અમને અફઘાનિસ્તાનને આઝાદ કરાવી ઘણો ગર્વ છે.
  • આ દરમિયાન તેમણે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય સીમાઓનું સન્માન કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને હેરાન નથી કરવા ઈચ્છતા. અમે ઘણા બલિદાન આપ્યા છે. આપણને આપણા ધર્મ અનુસાર ચાલવાનો અધિકાર છે.
  • અફઘાનિસ્તાનની સત્તા કયા તાલિબાની નેતાને સોંપવામાં આવશે. ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકી સેનાના અહીંથી ગ્યાં પછીના થોડા અઠવાડિયાની અંદર તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. જેની સાથે જ તે પહેલાથી વધારે મજબૂત બની ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તાલિબાનનું ટર્નઓવર વર્ષ 2016 માં 400 મિલિયન ડોલર હતું. કે જે હવે આગળ વધી ગયું છે.
  • કેવી રીતે કરે છે તાલિબાન કમાણી: તાલિબાનના આતંકવાદીઓ પાસે અનેક પ્રકારની સુવિધાઓ છે. તેની પાસે હથિયારોની કોઈ કમી નથી. આર્થિક રીતે તાલિબાન ખૂબ મજબૂત છે. ખરેખર તેની આવકનો સ્ત્રોત ઘણો મોટો છે અને ઘણા માધ્યમોથી તે પૈસા કમાય છે. વર્ષ 2016 માં ફોર્બ્સે ટોપ- 10 ધનિક આતંકી સંગઠનોના લિસ્ટમાં તાલિબાનને પાંચમું સ્થાન આપ્યું હતું. આ લિસ્ટમાં સૌથી પહેલા આઈએસઆઈએસ હતું. જેનું ટર્નઓવર 2 અબજ ડોલર હતું. આ રિપોર્ટ અનુસાર, તાલિબાનનું ટર્નઓવર $ 400 મિલિયન ડોલર હતું.
  • ફોર્બ્સના રિપોર્ટમાં તાલિબાનની કમાણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાનની કમાણીનો સૌથી મહત્વનો સ્રોત ડ્રગ્સની હેરફેર છે. અફીણની ખેતીથી તાલિબાન ખૂબ પૈસા કમાય છે. આ સિવાય તાલિબાન પ્રોટેક્શન, દાન દ્વારા પણ કમાણી કરે છે.

  • એક અંદાજ મુજબ, વર્ષ 2019-20માં તાલિબાને 1.6 અબજ ડોલરની કમાણી કરી હતી. ડ્રગ્સથી તે દર વર્ષે 416 મિલિયન ડોલર, ખનનથી $ 464 મિલિયન, રંગદારીથી 160 મિલિયન ડોલર, દાનથી 240 મિલિયન ડોલર અને રિયલ એસ્ટેટથી દર વર્ષે 80 મિલિયન ડોલરની કમાણી કરે છે. આ સિવાય રશિયા, ઈરાન, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા દેશોથી $ 100 મિલિયનથી $ 500 મિલિયનની મદદ પણ તાલિબાનને આપવામાં આવે છે.

  • નાટોના એક ગોપનીય અહેવાલમાં સામે આવ્યું હતું કે વર્ષ 2019-20માં તાલિબાનનું વાર્ષિક બજેટ 1.6 અબજ ડોલર હતું. કે જે ચાર વર્ષમાં 400 થી પણ વધુ થયું. હવે અફઘાન સંપૂર્ણ રીત કબજે કર્યા પછી તાલિબાન વધુ મજબૂત બની ગયું છે અને તેની કમાણી વધવા જઈ રહી છે.
  • ખરેખર એપ્રિલમાં અમેરિકાએ અફઘાનિસ્તાનથી તેના સૈનિકોને પાછા ખેંચવાનું શરૂ કરી દીધું હતું. જ્યાર પછી તાલિબાનોએ અહીંના વિસ્તારો પર કબજો કરી લીધો હતો. જ્યાં વર્ષોથી તેનું રાજ ન હતું. અમેરિકન સૈનિક નીકળતા જ તાલિબાને માત્ર 22 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો અને પોતાનું શાસન અહીં પર સ્થાપિત કરી લીધું છે. તાલિબાનના સત્તા પર આવતા જ લોકો દેશ છોડી જવા પર મજબૂર થઈ રહ્યા છે.

Post a Comment

0 Comments