તાલિબાને માગ્યું 15 વર્ષથી મોટી છોકરીઓનું લિસ્ટ, બળજબરીથી લગ્ન કર્યા પછી કરે છે જાતીય સતામણી

  • અફઘાનિસ્તાનને સંપૂર્ણ રીતે તાલિબાનોએ પોતાના કબજામાં લઈ લીધું છે, જેના કારણે આ દેશના લોકો અહીંથી ભાગવા પર મજબૂર થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં દરેક જગ્યાએ અફરા-તફરીનું વાતાવરણ છે અને એરપોર્ટથી લઈને અન્ય સ્થળો પર ભીડ એકઠી થઈ રહી છે. તાલિબાન લડવૈયાઓની વધતી શક્તિને કારણે આ દેશની મહિલાઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.
  • ખરેખર યુએસ લશ્કર પાછું ખેંચતાની સાથે જ તાલિબાન નેતાઓએ સ્થાનિક ધાર્મિક નેતાઓને 15 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને 45 વર્ષથી ઓછી વયની વિધવાઓનું લિસ્ટ આપવાનો આદેશ જારી કર્યો હતો. જેથી આ છોકરીઓના લગ્ન તે તેના લડવૈયાઓ સાથે કરાવી શકે. તાલિબાનના આ આદેશ પછીથી અહીંની મહિલાઓ ડરમાં ચાલી ગઈ છે.
  • તાલિબાન દ્વારા આ મહિલાઓના બળજબરીથી લગ્ન કરવામાં આવશે. લગ્ન કરાવ્યા પછી આ મહિલાઓની સાથે પ્રાણીઓની જેમ વર્તન કરવામાં આવશે. મહિલાઓ અને છોકરીઓને પાકિસ્તાનના વજીરીસ્તાન લઈ જવામાં આવશે. અહીં પર તેને ફરીથી તાલીમ આપી અધિકૃત ઈસ્લામમાં રૂપાંતરિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં અહીંના લોકો તેના પરિવારોની સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર છે. જેથી તે તેના પરિવારની મહિલાઓને બચાવી શકે.
  • તાલિબાનનું આ નિર્દેશ વર્ષ 1996-2001ના તાલિબાનના ક્રૂર શાસનની યાદ અપાવે છે. જ્યારે અહીં પર મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવતા હતા. મહિલાઓને માનવાધિકારો, રોજગાર અને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી. બુરખા પહેરવા માટે તેમને મજબૂર કરવામાં આવતી હતી. એક પુરૂષ રક્ષક વગર તેમને ઘરથી બહાર જવા પર મનાઈ હતી.
  • તાલિબાનોએ હજારો મહિલાઓને જાતીય ગુલામીમાં ધકેલી દીધી હતી. વર્ષ 2004 પછીથી અહીં પર પરિસ્થિતિ યોગ્ય થવા લાગી હતી. હવે ફરીથી આ સ્થાન પર તાલિબાનોએ કબજો કરી પોતાનું શાસન શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં અહીં દરેક વ્યક્તિ ડરી ગયા છે અને જૂના દિવસોને યાદ કરી રહ્યા છે.
  • આકર્ષવા માટે લે છે મહિલાઓની મદદ: તાલિબાનમાં વધુમાં વધુ લોકોને શામેલ કરી શકાય તેથી તે છોકરીઓની મદદ લે છે. આ આતંકવાદીઓને લલચાવવાના હેતુથી પત્નીઓની ઓફર કરે છે. જે લોકો તાલિબાનમાં શામેલ થાય છે, તેના લગ્ન કરાવવામાં આવે છે. ત્યાર પછી આ લોકો લગ્નના નામ પર મહિલાઓને જાતીય સતામણી આપે છે.
  • તાલિબાનથી જ્યારે આ દેશ આઝાદી થયો હતો. તે સમયે મહિલાઓએ રાહતનો શ્વાસ લીધા હતા. જો કે હવે ફરી એકવાર તાલિબાન પરત આ દેશમાં ફર્યા છે અને આવી સ્થિતિમાં અહીં પર રહેતી છોકરીઓ ડરમાં જીવી રહી છે.
  • નોંધપાત્ર વાત એ છે કે તાલિબાન ટૂંક સમયમાં જ તેના શાસનની જાહેરાત કરી શકે છે. અફઘાનિસ્તાન પર બે દિવસ પહેલા તાલિબાને સંપૂર્ણપણે કબજો કરી લીધો હતો. કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસ પર પણ તાલિબાનોએ કબજો જમાવી લીધો હતો. આ દરમિયાન તાલિબાને હવે સરકારી અધિકારીઓને ખાસ અપીલ કરી છે. તાલિબાને તેના એક નિવેદનમાં કહ્યું કે તે તમામ સરકારી અધિકારીઓને "માફ" કરી રહ્યા છે. તે તેના કામ પર પાછા ફરે. તાલિબાને જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે સરકારી અધિકારીઓને કોઈ પણ પ્રકારની સજા નહીં આપે. તેમણે કહ્યું કે તેનું રૂટીન કામ શરૂ કરે અને વિશ્વાસ સાથે આગળ વધે.

Post a Comment

0 Comments