'દંગલ ગર્લ' ફાતિમાનો મોટો ખુલાશો- ઘણી વાર કામના બદલામાં સેક્સ માટે બોલાવામાં આવતી પરંતુ છેલ્લે...

  • આજનો યુગ જે સોશિયલ મીડિયાનો છે લોકો પોતાને સોશિયલ મીડિયા સાથે જોડાઇને પોતાને એક અલગ રાહ આપે છે જ્યારે કેટલાક લોકો તેનાથી દૂર રહેવું યોગ્ય માને છે. બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પોતાની જાતને લગતી દરેક બાબતોની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તે જ સમયે ઘણા સ્ટાર સમય સમય પર તેનાથી દૂર પણ થાય છે. તાજેતરમાં અભિનેત્રી ફાતિમા સના શેખનું નામ પણ આ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે.
  • તમને જણાવી દઈએ કે તાજેતરમાં ફાતિમા સના શેખે થોડા સમય માટે પોતાને સોશિયલ મીડિયાથી દૂર રાહેવાનો નિર્ણય કર્યો છે. આ સુંદર અભિનેત્રીના નિર્ણયથી ઘણા ચાહકો પણ આશ્ચર્યચકિત છે અને ઘણા ચાહકો તેને સમર્થન પણ આપી રહ્યા છે. કારણ કે દરેકને તેમના જીવનમાં સંપૂર્ણ સ્વતંત્રતાનો અધિકાર છે. જોકે ફેન્સ તો ફેન્સ હોય છે છતાં ફાતિમા સના શેખના આ નિર્ણયથી ઘણા ફેન્સ પણ નિરાશ છે. આની વચ્ચે ચાહકો પણ અભિનેત્રી વિશે વધુને વધુ જાણવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં આજે અમે તમને અભિનેત્રીને લગતી એક ઘટના કહેવા જઈ રહ્યા છીએ જ્યારે તેણીની એક છોકરા સાથે હાથાપાઈ થઇ હતી અને ફાતિમાએ એ છોકરાને જોરશોરથી થપ્પડ મારી હતી.
  • તાજેતરમાં ફાતિમા સના શેખે એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આ મુલાકાતમાં તેણે ઘણી વાતો શેર કરી છે. આ દરમિયાન તેણે એક કિસ્સા વિષે કહ્યું કે, 'હું જિમ પછી રસ્તા પાર જઈ રહી હતી. એક છોકરો આવ્યો અને તે મને ઘુરી રહ્યો હતો તેથી મેં કહ્યું શું જોઈ રહ્યો છે. તેણે કહ્યું જોવું છે મારી મરજી. મેં કહ્યું - માર ખાવો છે. તેણે કહ્યું - હા માર.
  • ફાતિમા સના શેખે વધુમાં જણાવ્યું હતું કે આગળ અમારી વચ્ચે દલીલ થઈ હતી અને જ્યારે ચર્ચા વધવા લાગી ત્યારે મેં તેને થપ્પડ મારી દીધી. વળી અભિનેત્રીને બદલામાં છોકરાએ તેને મુક્કો માર્યો હતો. ફાતિમાએ કહ્યું 'મેં તેને થપ્પડ મારતાની સાથે જ તેણે મને મુક્કો માર્યો અને હું નીચે પડી ગઈ. તે પછી મેં તરત જ મારા પિતાને ફોન કર્યો અને આખી વાત કહી. પપ્પા તરત જ બે-ચાર લોકો સાથે મારી પાસે આવ્યા ત્યાં સુધીમાં તે છોકરો ભાગી ગયો હતો. મારા પિતા અને મારા ભાઈ અને તેના મિત્રો સાથે ત્યાં ઉભા હતા અને બૂમ પાડી રહ્યા હતા - તે કોણ છે જેમણે મારી દીકરીને હાથ લગાવ્યો.'
  • કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર થઈ ફાતિમા…
  • નોંધપાત્ર વાત એ છે કે ફાતિમા સના શેખે મુખ્ય કલાકાર તરીકે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તે બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચુકી છે. ફાતિમા સના શેખે તેના ઇન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચના મુદ્દે પણ વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે "અલબત્ત હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર રહી છું. મારી સાથે આ ઘણી વખત બન્યું છે જ્યારે મને કહેવામાં આવ્યું કે મારે કામ જોઈએ છે તો મારે સેક્સ કરવું પડશે. તે જ સમયે મારા પ્રોજેક્ટ્સ અન્ય લોકો સુધી પણ પહોંચ્યા છે કારણ કે તેમની પાસે રિફ્રેસ હતા.

Post a Comment

0 Comments