શુક્રવારે કરો આ 4 માંથી કોઈ એક કામ, માતા લક્ષ્મી પૈસાની તંગી કરશે દૂર

  • શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ખાસ કરીને જેમને ઘરે આર્થિક તકલીફ હોય તેમણે આ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય. એટલું જ નહીં પૈસા કમાવાની નવી તકો પણ ખુલી જશે. પૈસાની દ્રષ્ટિએ તમારું નસીબ ચમકવાનું શરૂ થશે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આ ઉપાયો પર એક નજર નાખિયે.
  • 1. લાલ અને સફેદ આ બંને રંગ મા લક્ષ્મીને પ્રિય છે. તેથી શુક્રવારે સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ સાથે શુક્રવારે રાત્રે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ દીવામાં એક ચપટી કેસર ઉમેરવાનું ભૂલશો નહીં. મા લક્ષ્મીની સામે દીવો પ્રગટાવ્યા બાદ તુલસીની સામે દીવો પણ રાખો. આ ઉપાયથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં કાયમી નિવાસ કરશે.
  • 2. દેવી લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. તેથી શુક્રવારે લક્ષ્મીજી અને ગણેશજી બંનેની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી દેવીની ઉપાસનાથી સંપત્તિ આવે છે જ્યારે ગણેશજીની પૂજા કરવાથી જીવનની તકલીફો અને સમસ્યાઓ દૂર થાય છે. ગણેશજી અને દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ચોક્કસપણે નાળિયેર નો ઉપયોગ કરો. પૂજા પુરી થયા પછી આ નાળિયેરને ઘરની તિજોરી માં રાખી દો. આ પછી તે જ નાળિયેર રાત્રે ગણેશજીના કોઈ પણ મંદિરમાં રાખો. તે દરમિયાન ભગવાનને તમારી પૈસાની સમસ્યા દૂર કરવા વિનતી કરો.
  • 3. શુક્રવારે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરી શકાય છે. આ દિવસે દક્ષિણીવર્તી શંખમાં જળ ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થશે અને તમને ઇચ્છિત ફળ આપશે.
  • 4. શુક્રવારે લાલ રંગના પાંચ ફૂલો તમારા હાથમાં લો. આ પછી મા લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે તેમને તમારી પૈસા સંબંધિત સમસ્યા જણાવો. હવે પછી મા લક્ષ્મીને હાથ જોડીને નમન કરો. તેમને તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરો. હવે આ લાલ ફૂલોને ઘરની તિજોરી અથવા કબાટમાં રાખો. તમારા ઘરમાં પૈસાની આવક બની રહેશે. પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.
  • આશા છે કે તમને આ ઉપાયો ગમ્યા હશે. તો આને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Post a Comment

0 Comments