પ્રેમી સાથે લગ્ન કરવા માટે પ્રેમિકાએ કરી બધી જ હદો પાર, 10 દિવસ પ્રેમીના ઘરની બહાર કર્યું આંદોલન

  • ઉત્તર પ્રદેશમાં એક પ્રેમિકા તેના પ્રેમીના ઘરની બહાર ધરણા પર બેઠી હતી અને તેની સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગી હતી. પ્રેમિકાએ પ્રેમી અને તેના પરિવારજનોને કહ્યું હતું કે તે પ્રેમી સાથે લગ્ન નહીં કરે ત્યાં સુધી તે ધરણા કરશે. પ્રેમી અને તેના પરિવારને લાગ્યું કે થોડી વાર ઘરની બહાર બેસીને છોકરી પાછી જતી રહેશે. પરંતુ તેવું થયું નહી. ગર્લફ્રેન્ડ પ્રેમીના ઘરની બહાર 10 દિવસ બેઠી રહી હતી. આ મામલો કન્નૌજનો છે.
  • સમાચારો અનુસાર શિવા યાદવ નામની એક યુવતી લગ્નના હેતુથી કન્નૌજના સૈરીખમાં તેના પ્રેમી અનુજ યાદવના ઘરની બહાર બેઠી હતી. શિવા યાદવ દસ દિવસ અનુજ યાદવની ચોખટ પર બેસી રહી હતી. ખરેખર ઇટાવાની રહેવાસી શિવા યાદવ અને અનુજ એક બીજાને પ્રેમ કરતા હતા. પરંતુ કેટલાક કારણોસર અનુજે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અનુજનો પરિવાર પણ આ સંબંધથી ખુશ નથી. આવી સ્થિતિમાં શિવા યાદવે તેના પ્રેમી અનુજ અને તેના પરિવારને લગ્ન માટે મનાવવાનો આ અનોખો રસ્તો શોધી કાઢયો અને તેમના ઘરની બહાર બેસી ગઈ.
  • અનુજ અને તેના પરિવારને લાગ્યું કે શિવા થોડા સમય માટે ધરણા કર્યા પછી પાછી તેના ઘરે જતી રહેશે. પરંતુ શિવાના ઇરાદા મજબૂત હતા અને તેણે 10 દિવસ સુધી ધરણા કરી. આખરે જીત મળી ગઈ. ઇટાવાના ભરથાણા કોટવાલીના નાગલા અજિત ગામની રહેવાસી શિવા યાદવના જણાવ્યા મુજબ તેનો પ્રેમ સંબંધ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નગલા વિશુનાના રહેવાસી અનુજ યાદવ પુત્ર કુંવર બહાદુર યાદવ સાથે લાંબા સમયથી ચાલતો હતો. જ્યારે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અનુજનો પરિવાર તૈયાર નહોતો. આ સમયે શિવાએ અનુજને અપનાવવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું
  • જ્યારે તે અનુજના ઘરે તેના પરિવારના લોકોને સમજાવવા માટે આવી ત્યારે કોઈએ તેની સાથે વાત કરી નહીં. એટલું જ નહીં ઘરને તાળું મારીને ત્યાંથી ચાલ્યા ગયા. જો કે પછી બધું બરાબર થઈ ગયું. અનુજ અને તેનો પરિવાર લગ્ન માટે સહમત થયા. જે બાદ બંનેના લગ્ન થયાં હતાં. શિવા અને અનુજનાં લગ્ન બંને બાજુના સ્વજનોની હાજરીમાં બાલાજી મંદિરમાં કરવામાં આવ્યા હતા. અહીં બંનેએ એકબીજાને માળા પહેરાવી અને લગ્નના બંધનમાં બધાય ગયા.
  • 13 મેથી કરી રહી હતી ધરણા
  • શિવા 13 મેથી ધરણા કરી રહી હતી. તે પચાસ કિલોમીટર દૂર અનુજના ઘરે આવિને તે 10 દિવસ ત્યાં બેઠી. શિવાને જોઇને અનુજનો પરિવાર ઘરને તાળા મારીને ગાયબ થઈ ગયો હતો. ત્યાર બાદ શિવાએ ઘરના વરંડામાં ધરણા કરી હતી. શિવાને હટાવવા માટે લાખો પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ તે સંમત નહોતી. સંબંધીઓએ પહેલ કરી હતી ત્યારબાદ સકરાવાના બાલાજી મંદિરમાં તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. જો કે અનુજનાં માતાપિતા મંદિર થતા લગ્નમાં હાજર ન હતા. શિવાના પિતા સતીષ યાદવે લગ્નની બધી વિધિ કરી હતી.
  • મીડિયા સાથે વાત કરતા પ્રેમી અનુજ યાદવના દરવાજે બેઠેલ શિવાએ તેમનો આભાર માન્યો અને કહ્યું કે સતત 10 દિવસ સુધી મીડિયા દ્વારા તેમની માંગણી ઉઠાવવામાં આવી છે. શિવાએ કહ્યું કે તે માત્ર મીડિયાના સહારે જ લગ્ન કરી શકી છે. નહીં તો આ શક્ય નહોતું.

Post a Comment

0 Comments