આ ખૂબસુંદર અભિનેત્રીના પતિ છે ઝહિર ખાન, લવ સ્ટોરી રહી છે ખુબ રોમેન્ટિક

  • ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર ઝહીર ખાને ભારત માટે 92 ટેસ્ટ મેચ અને 200 વનડે મેચ રમી છે. આ સિવાય ઝહીર ખાને 17 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ અને 100 આઈપીએલ મેચ રમી છે. ઝહીર ખાને 92 ટેસ્ટમાં 311 વિકેટ અને 200 વનડેમાં 282 વિકેટ ઝડપી છે. ઝહીર ખાને 17 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં 17 વિકેટ લીધી છે અને 100 આઈપીએલ મેચોમાં 102 વિકેટ લીધી છે.
  • આ સુંદર અભિનેત્રીનો પતિ છે ઝહિર ખાન
  • ઝહિર 15 ઓક્ટોબર 2015 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત લઇ લીધી હતી. ઝહીર ખાનનું 14 વર્ષ લાંબુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર રહ્યું છે. ઝહીર ખાનની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે ખૂબ જ ઉત્તર ચડાવ વાળી રહી છે. નવેમ્બર 2017 માં ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા.
  • IPL દરમિયાન થઈ હતી લવ સ્ટોરીની શરૂઆત
  • ઝહીર ખાન અને સાગરિકા વચ્ચેના સંબંધો ત્યારે સામે આવ્યા જ્યારે બંને યુવરાજ સિંહ અને હેઝલના લગ્નમાં પહોંચ્યા હતા. સાગરિકા પણ આઈપીએલની ઘણી મેચ દરમિયાન ઝહીરને ચીયર કરતી જોવા મળી હતી.
  • ઇશા શર્વાનીન સાથે થયું હતું બ્રેકઅપ
  • સાગરિકા પહેલા ઝહિર ખાન બોલિવૂડ એક્ટ્રેસ ઈશા શર્વાની સાથે રિલેશનશિપમાં હતો. આઠ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2011ના વર્લ્ડ કપ દરમિયાન તેમના લગ્નના સમાચાર પણ આવ્યા હતા પરંતુ બાદમાં તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા. ઇશા શર્વાની પછી સાગરિકા ઘાટગે ઝહીર ખાનની જીંદગીમાં આવી ગઈ હતી.
  • 'ચક દે ઇન્ડિયા' થી પ્રખ્યાત થઈ સાગરિકા
  • સાગરિકા ફિલ્મ 'ચક દે ઇન્ડિયા' માં પ્રીતિ સાબરવાલની ભૂમિકા માટે પ્રખ્યાત હતી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલી સાગરિકા વર્ષ 2007 માં ચક દે ઇન્ડિયા ફિલ્મમાં હોકી રમતી જોવા મળી હતી. આ પછી તે વર્ષ 2009 માં ફિલ્મ 'ફોક્સ' માં ઉર્વશી માથુરની ભૂમિકામાં જોવા મળી હતી.
  • નાના પડદ પાર પણ જોવા મળી છે સાગરિકા
  • સાગરિકા નાના પડદે 'ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી (સીઝન 6)' માં પણ દેખાઈ છે. 'ચક દે ઈન્ડિયા' સિવાય સાગરિકાએ 'ફોક્સ', 'મિલે ના મિલે હમ', 'રશ' જેવી ફિલ્મો પણ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે 2017 ની સીઝનમાં ઝહિર ખાન આઈપીએલ ટીમ દિલ્હી ડેરડેવિલ્સનો કેપ્ટન હતો જ્યારે તે અને સાગરિકા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઝહીરે આઈપીએલમાં સંપૂર્ણ 100 મેચ રમી છે. તેણે આ લીગમાં 102 વિકેટ લીધી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યો છે. 2016 અને 2017 માં તેણે દિલ્હીની કપ્તાન કરી હતી.

Post a Comment

0 Comments