7 વિશાળ બેડરૂમ અને 11 ભવ્ય બાથરૂમ, પ્રિયંકાનો ન્યૂયોર્ક બંગલો કોઈ લક્ઝુરિયસ હોટલથી ઓછો નથી જુવો તસ્વીરો

  • યુપીના એક નાના શહેર બરેલી થી હોલીવુડ સુધીની સફર કરનારી પ્રિયંકા ચોપડાએ પોતાના જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરી છે જે દરેક કરી શકતા નથી. જ્યારે પ્રિયંકા મોડેલિંગ કરતી હતી ત્યારે તેણે મિસ ઈન્ડિયાનું બિરુદ જીત્યું હતું અને જ્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચી હતી ત્યારે તેણે પોતાની પ્રતિભાથી બધાનું દિલ જીતી લીધું હતું. પ્રિયંકા હવે હોલીવુડમાં પોતાની શૈલી બતાવી રહી છે.
  • પ્રિયંકા જેટલી તેના પ્રોફેશનલ કરિયર ને લઈ ચર્ચામાં રહે છે તેટલી જ તે તેની જીવનશૈલી ને લઈ ચર્ચામાં રહે છે
  • નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા તેની સાથે ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગઈ છે. પ્રિયંકાનો ન્યૂયોર્ક બંગલો કોઈ લક્ઝુરિયસ હોટલથી ઓછો નથી.
  • પ્રિયંકા અને નિકના આ બંગલામાં સુખ સુવિધા ની બધી વસ્તુ હાજર છે જે પ્રિયંકાની જીવનશૈલીને વધુ સુંદર બનાવે છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાનું આ ઘર 20 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
  • બંગલામાં 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. બંગલાની અંદરની જગ્યા કોઈપણ હોલીવુડ ફિલ્મના સેટ જેટલી ભવ્ય છે.
  • ઘરમાં જ એક મોટો સ્વિમિંગ પૂલ, મૂવી થિયેટર, બાર, ઇન્ડોર બાસ્કેટબોલ કોર્ટ અને જિમ છે.
  • બંગલાનું ગાર્ડન પણ ખૂબ વિશાળ છે.
  • આ વૈભવી ઘરની ભવ્યતાની ઝલક પ્રિયંકા અને નિક એ શેર કરેલી તસ્વીરો માં જોઈ શકાઈ છે.
  • આ ફોટો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું હતું કે તેના ઘરની બારીમાંથી કંઈક આવું જ લુક દેખાય છે.

Post a Comment

0 Comments