આ 9 અભિનેત્રીઓ પડદા પર વૈશ્યાની ભૂમિકા ભજવી ચૂકી છે, હવે આલિયા પણ વેશ્યાની ભૂમિકા ભજવશે

  • બોલિવૂડમાં, વેશ્યાઓ પર આધારિત ફિલ્મો બનાવવી એ નિર્દેશકો માટે એક મોટો પડકાર છે. આ ફિલ્મો બનાવવા માટે માત્ર નિર્દેશકો ને જ નહીં પરંતુ મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રીઓને પણ મોટો પડકારનો સામનો કરવો પડે છે.
  • જો કે, ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે વેશ્યા જીવનની કડવી વાસ્તવિકતાને શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરી છે. તો આજે આ લેખમાં આપણે એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પડદા પર વેશ્યા તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે.
  • વાહિદા રહમાન
  • વર્ષ 1957 માં રિલીઝ થયેલી ક્લાસિક બોલીવુડ ફિલ્મ પ્યાસા. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેત્રી વહિદા રહમાને ગુલાબો નામની એક વેશ્યા ની ભૂમિકા ભજવી હતી. ગુરુદત્તે કવિ વિજયની ભૂમિકા ભજવી હતી. વહિદા રહમાન વિશે વાત કરીએ તો તે પહેલી અભિનેત્રી હતી કે જેમણે પડદા પર એક વેશ્યા ની ભૂમિકા ભજવી હતી અને તેના જીવનની વેદના બતાવી.
  • શર્મિલા ટેગોર
  • શર્મિલા ટાગોરે 1975 માં ગુલઝાર નિર્દેશિત ફિલ્મ મૌસમમાં વેશ્યાની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મમાં શર્મિલા ટાગોરે માતા અને પુત્રીની ડબલ ભૂમિકા ભજવી હતી. મૌસમ ફિલ્મમાં શર્મિલા ટાગોર ઉપરાંત સંજીવ કુમાર પણ મુખ્ય ભૂમિકામાં હતા.
  • તબ્બુ
  • મધુર ભંડારકરની ફિલ્મ 'ચાંદની બાર'માં બાર ડાન્સરની ભૂમિકા ભજવનાર તબ્બુ એ ખૂબ જ તેજસ્વી રીતે વેશ્યાની ભૂમિકા ભજવી અને ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો. આ ફિલ્મ મુંબઈની અંડરવર્લ્ડની વાર્તા હતી, જેમાં બાર નૃત્યકારો અને વેશ્યાગીરી માટે દબાણ કરનારી યુવતીઓના જીવનને દર્શાવવામાં આવ્યું હતું.
  • વિદ્યા બાલન
  • વિદ્યા બાલનનું નામ પણ આ સૂચિમાં શામેલ છે. વર્ષ 2017 માં વિદ્યા ફિલ્મ બેગમ જાનમાં વેશ્યાની ભૂમિકામાં જોવા મળી હતી.
  • કરીના કપૂર
  • કરીના કપૂરે પણ તેની અભિનય કારકિર્દીમાં ધણા પ્રયોગ કર્યા છે. આ જ કારણ છે કે તેણે એક વાર નહીં પરંતુ બે વાર પ્રેસ્ટિટ્યુટની ભૂમિકા ભજવી છે. કરીનાએ 2004 માં આવેલી ફિલ્મ ચમેલી અને 2012 ની ફિલ્મ તલાશમાં પ્રેસ્ટિટટની ભૂમિકા ભજવી હતી.
  • નેહા ધુપીયા
  • જોકે નેહા ધૂપિયાની ફિલ્મી કારકીર્દિ ફ્લોપ રહી છે, પરંતુ તેણીએ એકવાર વેશ્યાની ભૂમિકા પણ નિભાવી છે. જોકે, આ પાત્ર પણ પ્રેક્ષકોને પસંદ ન હતું. તમને જણાવી દઈએ કે 2004 માં રિલીઝ થયેલી ફિલ્મ જુલી માં નેહાએ વેશ્યાની ભૂમિકા ભજવી હતી.
  • કલ્કિ કોચલીન
  • 2009 માં, પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશ્યપે દેવદાસની મોર્ડેન વર્ઝન ફિલ્મ દેવ ડી બનાવી. આ ફિલ્મમાં કલ્કીએ ચંદાની ભૂમિકા ભજવી હતી. કલ્કી કોચલીનને ફિલ્મફેરમાં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
  • કોંકળા સેન શર્મા
  • મધુર ભંડારકરે ચાંદની બારમાં તબ્બુને કાસ્ટ કર્યા પછી ફિલ્મ ટ્રાફિક સિગ્નલમાં કોંકણા સેન શર્માને કાસ્ટ કરી હતી. આ ફિલ્મ ટ્રાફિક સિગ્નલોની આસપાસ રહેતા લોકોના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં કોંકણાએ એક વેશ્યાની ભૂમિકા ભજવી હતી.
  • આલિયા ભટ્ટ
  • આ યાદીમાં તાજેતરમાં આલિયા ભટ્ટનું નામ જોડવામાં આવ્યું છે. હા, આલિયા ભટ્ટ આગામી સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં 60 ના દાયકામાં કમાઢીપુરામાં વેશ્યાલય ચલાવવા વાળી ગંગુબાઈની ભૂમિકા નિભાવવા જઇ રહી છે.
  • જણાવી દઈએ કે આ ફિલ્મ હુસેન ઝૈદીની પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઇ પર આધારિત છે. ગંગુબાઈ એ 60 ના દાયકામાં મુંબઇમાં માફિયાઓમા મોટું નામ હતું. ગંગુબાઈને તેના પતિ દ્વારા માત્ર 500 રૂપિયામાં વેચવામાં આવી હતી અને ત્યારથી ગંગુબાઈ વેશ્યાવૃત્તિમાં જતી રહી હતી.
  • ગંગુબાઈ વેશ્યાવૃત્તિમાં હોવા છતાં મજબૂર છોકરીઓનો ટેકો બની હતી. જોકે, હવે ગંગુબાઈના પરિવારે આ ફિલ્મ અંગે વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મના કેટલીક તથ્યોને બદનામી પણ ગણાવી છે. આ કેસમાં આલિયા અને સંજય લીલા ભણસાલી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments