અનુષ્કા શર્મા સાથે પડછાયાની જેમ રહે છે સોનુ, પોતાના બોડીગાર્ડને આટલો પગાર આપે છે મિસ કોહલી

  • અનુષ્કા શર્મા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે. શાહરૂખ ખાન સાથે રબ ને બના દી જોડીથી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અનુષ્કાએ ઘણી હિટ ફિલ્મો આપી છે. હવે તે એક નિર્માતા પણ બની ગઈ છે. તાજેતરમાં જ તેની વેબ સિરીઝ પાતાલ લોક ખૂબજ નામ કમાયુ હતું. આજે સફળતાના આ સીમાચિહ્ન પર પહોંચેલી અનુષ્કા સાથે તેનો બોડીગાર્ડ પ્રકાશસિંહ ઉર્ફે સોનુ હમેશા સાથે રહે છે.
  • પ્રકાશસિંહ વર્ષોથી અનુષ્કાની સુરક્ષામાં છે. ફિલ્મ સેટ હોય કે જાહેર સભા, પ્રકાશ અનુષ્કાની બધે જ રક્ષા કરતા જોવા મળે છે.
  • પ્રકાશ અનુષ્કા શર્મા માટે બોડીગાર્ડ કરતા વધારે છે. તે તેનો જન્મદિવસ પણ મનાવે છે.
  • ઝીરો ફિલ્મના સેટ પર અનુષ્કા શર્માએ શાહરૂખ ખાન સાથે મળીને પ્રકાશસિંઘ માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી.
  • પ્રકાશ સિંહ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી પણ અનુષ્કાનો બોડીગાર્ડ રહ્યો છે.
  • પ્રકાશ હવે અનુષ્કા અને વિરાટ બંનેની સુરક્ષા કરતા જોવા મળે છે.
  • વર્ષ 2018 ના કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડ્સને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા આપે છે. જો કે હવે કેટલો પગાર છે તે અંગે કોઈ માહિતી નથી.

Post a Comment

0 Comments