25 હજાર સ્કૂટરથી માંડીને 2 કરોડના વૈભવી પોર્શ સુધી આટલી અધધ સંપતિની માલિકી ધરાવે છે સોનું સૂદ

  • બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતોને તેમના પોતાના ખર્ચે ઘરે પરત મોકલી રહ્યાં છે. દરેક લોકો સોનુ સૂદના આ કામની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સ્થળાંતરીઓને ઘરે લઈ જવા માટે ટ્રેનોની વ્યવસ્થા કરનાર સોનુ સૂદ પાસે કઇ-કઈ ગાડીઓ છે. જો તમને ખબર ન હોય તો જુઓ:
  • સોનુ સૂદ એક વૈભવી પોર્શ પનામેરા કાર ધરાવે છે. ભારતમાં આ કારની કિંમત લગભગ 2 કરોડ છે.
  • સોનુ સૂદ ઓડી Q7 ના પણ માલિક છે. ભારતમાં આ વાહનની એક્સ શોરૂમ કિંમત લગભગ 86 લાખ રૂપિયા છે.
  • સોનુ સૂદ Mercedes Benz ML Class ના પણ માલિક છે. ભારતમાં આ લક્ઝુરિયસ કારની કિંમત આશરે 67 લાખ રૂપિયા છે.
  • આ સિવાય સોનુ સૂદ 80 ના દાયકાના બજાજ ચેતક સ્કૂટરની પણ માલિકી ધરાવે છે. તેના પિતાએ આ સ્કૂટર ખરીદ્યું હતું. પિતાનું આ સ્કૂટર હવે સોનુ સૂદ પાસે છે. આ સ્કૂટર તેના હૃદયની ખૂબ નજીક છે.
  • સોનુ સૂદે તેના ટ્વિટર એકાઉન્ટ પર બજાજ ચેતક સ્કૂટર વિશે જણાવ્યું હતું.

Post a Comment

0 Comments