મોટા મોટા સુપરસ્ટાર કરતાં પણ વધુ હોય છે આ ડાઇરેકટર્સની ફી, જાણો કેટલા પૈસા લે છે આ લોકો

  • મોટાભાગે અભિનેતાઓની ફી ચર્ચામાં રહે છે. ચાહકોને તેમાં ખૂબ જ રસ હોય છે કે તેમના મનપસંદ સ્ટાર્સ કોઈ ફિલ્મ અથવા સ્ટેજ પરફોર્મન્સ માટે કેટલો ચાર્જ લે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે એક થી એક બ્લોકબસ્ટર મૂવી બનાવનારા ડિરેક્ટર ફી તરીકે કેટલા રૂપિયા લેવામાં આવે છે. ચાલો આપણે દેશના આ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશકોની ફિલ્મ દીઠ ફી જાણીએ:
  • ઇન્ટરનેટ અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ પર ઉપલબ્ધ માહિતી અનુસાર રાજકુમાર હિરાણી પ્રતિ ફિલ્મ 10 થી 15 કરોડ ફી લે છે. કહેવામાં આવે છે કે તે ફી ઉપરાંત ફિલ્મ્સના નફામાં પણ ભાગ લે છે.
  • બાહુબલી ફિલ્મનું નિર્દેશન કરીને એસ.એસ.રાજામૌલી વિશ્વભરમાં પ્રખ્યાત થયા. બાહુબલી 2 માટે તેણે 100 કરોડ ફી લીઘી હતી.
  • 'ગજની', 'હોલિડે' અને 'અકીરા' જેવી બોલિવૂડ ફિલ્મો બનાવનાર એઆર મુરુગાદૌસ તમિલ અને તેલુગુ ભાષાઓમાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે.મધ્યમોના અહેવાલો અનુસાર મુરુગાદૌસની ફી 12 થી 15 કરોડ રૂપિયા છે.
  • 'દિલ સે', 'યુવા', 'ગુરુ', 'રાવણ' જેવી બોલિવૂડ ફિલ્મ્સના ડિરેક્ટર મણિ રત્નમ મૂળભૂત રીતે તમિળ ફિલ્મો બનાવે છે. એવું કહેવામાં આવે છે કે મણિ રત્નમ ફિલ્મ નિર્દેશક માટે 9 કરોડ લે છે.
  • કરણ જોહર ડાયરેક્ટ ફિલ્મો માટે 10-15 કરોડ પણ લે છે. તે નફામાં પણ ભાગ લે છે.
  • રોહિત શેટ્ટીની ફી 25 થી 30 કરોડ સુધીની છે.

Post a Comment

0 Comments