એક સમયે ટીવી ઈંડસ્ટ્રી પર રાજ કરતાં હતા આ 11 સિતારાઑ, પછી બોલિવૂડ માં એન્ટ્રી કરી ગુમાવ્યું નામ અને ઓળખ

 • આ ટીવીના કેટલાક જાણીતા અને લોકપ્રિય સ્ટાર્સ છે જે ટીવી ઇન્ડસ્ટ્રી માથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે બોલિવૂડમાં જવા માટેના વિચાર પર ખરાબ રીતે ફ્લોપ થયા.
 • રાજીવ ખંડેલવાલ
 • ટીવી ઈન્ડસ્ટ્રીમાં ચોકોલેટી બોય તરીકે જાણીતા અભિનેતા રાજીવ ખંડેલવાલ સિરીયલની દુનિયામાં સારુ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ તેણે બોલિવૂડમાં પગ મૂકવાનો વિચાર કર્યો અને તે ખ્યાતિ મેળવી શક્યાં નહીં. જોકે, બોલિવૂડ માં તેની એક ફિલ્મ ટેબલ નંબર 21 જેમાં રાજીવના અભિનયની ચોક્કસ પ્રશંસા કરવામાં આવી હતી.
 • કરન સિંહ ગ્રોવાર
 • 'કસૌટી જિંદગી કી' અને 'કુબૂલ હૈ' જેવી પ્રખ્યાત સિરિયલોને કારણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી,ટીવી પર તેમને હેન્ડસમ હંકનું બિરુદ પણ અપવામાં આવ્યું હતું. જોકે તેણે બોલિવૂડમાં રેસ અને અલોન જેવી ફિલ્મો કરી છે, પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં જે ખ્યાતિ મળી છે તેવી ખ્યાતિ બોલિવૂડ માં મેળવી શક્યાં નહિ.
 • મનીષ પોલ
 • મનીષ પોલ હોસ્ટિંગ માટે દેશમાં શો માલિકોની પ્રથમ પસંદગી છે. પોતાનું સારું કામ છોડી તેણે બોલિવૂડમાં પોતાનું કામ કરવાનું નક્કી કર્યું, જેના કારણે તે મિકી વાયરસ અને તીસ માર ખાન જેવી ફ્લોપ ફિલ્મોનો અભિનેતા બની ગયો અને ટીવી પર પાછા ફરવાની ફરજ પડી.
 • જય ભાનુશાલી
 • ટીવીનો બીજો એક ખૂબ જ સ્માર્ટ અને પ્રતિભાશાળી અભિનેતા, જય ભાનુશાળી હોસ્ટિંગનું કામ સારી રીતે કરતો હતો, પરંતુ તે બોલિવૂડમાં પણ કામ કરવા માંગતો હતો અને તેને પૂર્ણ કરવા માટે એન્ટ્રી પણ કરી હતી. તેમની ફિલ્મ આઈ હેટ સ્ટોરી 2, જેને પ્રેક્ષકોનો બહુ સપોર્ટ મળ્યો નથી.
 • અમર ઉપાધ્યાય
 • 'ક્યોકિ સાસ ભી કભી બહુ થી' નામની સિરિયલ દ્વારા તેણે સિરિયલ વર્લ્ડમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું હતું. પોતાની આ સફળતા જોઈ તેને વધુ પ્રખ્યાત બનાવી ઇચ્છા થઈ અને તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. અને ક્યારે આ મુંબઈ શહેરની હિન્દી ફિલ્મ જગતમાં ખોવાઈ ગયો તેને તેનો ખ્યાલ પણ ન રહ્યો.
 • કરણ કુંદ્રા
 • 'કિતની મોહબ્બત' નામની પ્રખ્યાત સિરિયલમાં કરણ કુંદ્રાના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી અને તેથી જ તેને બોલિવૂડમાં પ્રવેશવાની ઇચ્છા જાગી. તેણે બોલિવૂડમાં 'હોરર સ્ટોરી' નામની એક ફિલ્મ કરી હતી જે ફ્લોપ થઈ ગઈ હતી અને પછી તેણે સમય જતાં ટીવી દુનિયામાં પણ વાપસી કરી લીધી.
 • અજાજ ખાન
 • સિરિયલ જગતની સાથે ટૂંકા વિડીયો પ્લેટફોર્મ ટિકટોક દ્વારા વધુ ફેન્સ બનાવનાર અજાઝ ખાનની કહાની પણ આવી જ હતી. અને ત્યાર પછી તાજેતરમાં, બિગ બોસ 14 માં દેખાયા પછી, તે ફરીથી ટીવી ઉદ્યોગમાં જોડાયો.
 • પ્રાચિ દેસાઈ
 • પ્રાચી દેસાઈ વિશે કહેવું ખોટું હશે કે તે બોલિવૂડમાં સફળ થઈ શકી નહીં કારણ કે તેનું નામ બોલ બચ્ચન, રોક ઓન અને પોલીસગિરિ આટલી મોટી ફિલ્મો માં છે પરંતુ અમે ચોક્કસપણે કહી શકીએ કે પ્રાચી સીરીયલની દુનિયામાં એટલી પ્રખ્યાત હતી તેટલી બોલિવૂડ માં બની શકી નહીં.
 • શ્રુતિ સેઠ
 • અભિનેત્રી શ્રુતિ શેઠ પ્રખ્યાત ટીવી સીરિયલ શરારતમાં જોવા મળી હતી અને આ સીરિયલ એકદમ લોકપ્રિય હતી ટીવીની કેટલીક ક્યૂટ અભિનેત્રીઓમાં તે શામેલ રહી હતી. પરંતુ તેને બોલિવૂડમાં જવાની ઇચ્છા હતી અને આ કારણે સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં તેમનું નામ પણ નબળું પડી ગયું હતું.
 • આમના શરિફ
 • પોતાના સુંદર દેખાવ અને મનોહર અભિનયથી લાખો દિલો પર રાજ કરનારી પ્રખ્યાત ટીવી અભિનેત્રી આમના શરીફને પણ પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવાં માં આવી હતી. પરંતુ તે પછી તેણે બોલિવૂડમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો અને આલૂ ચાટ અને એક વિલન જેવી કેટલીક ફિલ્મ કરી જેમાં તેને સુપર ફ્લોપ પરિણામ મળ્યું.
 • સારા ખાન
 • સીરીયલ સપના બાબુલની વિદાય થી ઘર-ધર માં પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ સારા ખાને પણ એક સમય માટે બોલિવૂડમાં પગ મૂકવાનું નક્કી કર્યું હતું અને તેના કારણે તેણે ટીવીની દુનિયા છોડી દીધી હતી. પરંતુ બોલિવૂડમાં તેની કોઈ ઓળખ બની નહીં.

Post a Comment

0 Comments