આ છે દુનિયા નું સૌથી ખતરનાક ઝેર, માત્ર એક ગ્રામ જ હજારો ને સુવળાવી શકે છે મૃત્યુ ની નીંદ

  • તમે સાયનાઇડ વિશે સાંભળ્યું જ હશે, જેને ખૂબ જ ખતરનાક ઝેર માનવામાં આવે છે. પરંતુ તેના સિવાય બીજુ એક ખતરનાક ઝેર છે, જેને પોલોનિયમ 210 કહેવામાં આવે છે. જો કે, તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું માનવામાં આવે છે કે આમાંથી માત્ર એક ગ્રામ હજારો લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. આને લીધે, તેને વિશ્વનું સૌથી ખતરનાક ઝેર કહેવું ખોટું નથી તો ચાલો જાણીએ કે પોલોનિયમ 210 શું છે અને કોણે તેની શોધ કરી હતી.
  • હકીકતમાં, પોલોનિયમ 210 એ એક રેડિયોએક્ટિવ તત્વ છે કે જેમાંથી રેડિઅશન ઉત્પન્ન થતાં માનવ શરીરના આંતરિક અવયવો તેમજ ડીએનએ અને રોગપ્રતિકારક શક્તિને ઝડપથી નાશ કરી શકે છે. ડેડ બોડીમાં તેની હાજરી શોધવી એ પણ ખૂબ મુશ્કેલ કાર્ય છે. આ ઝેરની તપાસ ભારતમાં શક્ય નથી.
  • પોલોનિયમ -210 ની શોધ 1898 માં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યુરી દ્વારા થઈ હતી. રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં રેડિયમના શુદ્ધિકરણ માટે તેને રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર પણ મળ્યો. આ ઉપરાંત, તેમણે રેડિયોએક્ટિવીટી ની શોધ માટે તેને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. જોકે પોલોનિયમનું નામ પહેલા રેડિયમ એફ રાખવામાં આવ્યું હતું, તે પછીથી બદલાયું હતું.
  • વૈજ્ઞાનિકો ના જણાવ્યા મુજબ, પોલોનિયમ -210 જો મીઠાના નાના કણો જેટલો પણ માનવ શરીરમાં પ્રવેશ કરે તો પણ વ્યક્તિનું તરત જ મૃત્યુ થાઈ છે. જો તે ખોરાકમાં ભળી જાય, તો તેનો સ્વાદ જાણી શકાય નહીં. તેથી તેને ઓળખવું ખૂબ મુશ્કેલ છે
  • એવું કહેવામાં આવે છે કે પોલોનિયમ ઝેરનો પ્રથમ ભોગ તેના સંશોધનકાર મેરી ક્યુરી ની પુત્રી આઈરીન જુલિયટ ક્યુરી હતી, જેણે તેનો એક નાનો કણ ખાધો હતો. આને કારણે તેનું તરત જ મૃત્યુ થયું. આ ઉપરાંત, ઇઝરાઇલનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવતા ફિલીસ્તીની નેતા યાસિર અરાફાત પણ આ ઝેરથી માર્યો ગયો હતો. તેની તપાસ માટે તેના મૃતદેહને દફનાવવામાં આવ્યાના ઘણા વર્ષો બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લ લેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે તેમના શરીરના અવશેષોમાં રેડિયોએક્ટિવ પોલોનિયમ -210 મળી આવ્યો હતો.

Post a Comment

0 Comments