શું તમે પણ કરી રહ્યા છો આર્થિક સંકટનો સામનો? આજે જ અપનાવો ચણાની દાળ સાથે જોડાયેલા આ ઉપાય, દૂર થઈ જશે બધી મુશ્કેલીઓ

  • શાસ્ત્રોમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવતાની પૂજાનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ-કષ્ટ દૂર થઈ જાઈ છે.
  • વેદ-પુરાણમાં ગુરુવારના દિવસે પીળી ચીજોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા, પીળી ચીજો ખાવી અને પીળી ચીજોનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ગુરૂની શુભ અસર પડે છે. તેનાથી ભગવાન વિષ્ણુ તેના ભક્તોથી પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
  • ગુરુવારે ધારણ કરો પીળા વસ્ત્રો: ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો હોય છે. જો કે તેની પૂજા હંમેશા માતા લક્ષ્મી સાથે જ કરવામાં આવે છે. તમે પણ ગુરુવારે સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો. ત્યાર પછી ભગવાન બૃહસ્તપતિ દેવતાની કથા સાંભળો. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં સુધારો આવે છે. સાથે જ ઘરમાં પૈસાની ક્યારેય પણ કમી નથી રહેતી.
  • તુલસી અને કેળાના વૃક્ષની કરો પૂજા: ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. કેળા પર ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે જો તમે તુલસી અને કેળાના વૃક્ષની પૂજા કરો છો, તો તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તેના માટે તમે ગુરુવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી ભરી તેમાં થોડી હળદર, ચણાની દાળ અને ગોળ મિક્સ કરો. પછી તેને કેળાના ઝાડના મૂળમાં ચઢાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. સાંજના સમયે તુલસીના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.
  • મંદિરમાં ચઢાવો કેસર અને ચણાની દાળ: ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ મૂર્તિની સામે થોડું કેસર અને સવા કિલો ચણાની દાળ રાખી દો. પછી ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો. ત્યાર પછી તે દાળ અને કેસર કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આ સાથે જ ગુરુવારે લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદર મિક્સ કરી ગાયને ખવડાવો. આમ કરવાથી જીવનમાં આર્થિક તંગી દૂર થાય છે અને પ્રગતિના માર્ગ ખુલી જાઈ છે.
  • આ ચીજો કરવાથી, બને છે લગ્નની સંભાવના: જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા. જો તમારા ઘરમાં સારા સંબંધો આવે છે, પરંતુ વાત નથી બની શકતી તો ગભરાશો નહીં. થોડી ચણાની દાળ અને ગોળ મિક્સ કરી ગાયને ખવડાવો. આ ઓછામાં ઓછા સતત 11 ગુરુવાર સુધી કરો. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને લોકોના બગડેલા કામ બની જાય છે. તમારા ઘરમાં જલ્દી જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
  • ધનમાં થાય છે વધારો, આર્થિક તંગીનો નાશ: દક્ષિણ અથવા પશ્ચિમ દિશા સિવાય ઘરના કોઈ ખૂણાને ગંગાજળથી ધોઈ લો. ત્યાર પછી ત્યાં સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને તે સ્વસ્તિક પર નિયમિતપણે ચણાની દાળ અને ગોળ ચઢાવો. જ્યારે આ દાળ અને ગોળ ખરાબ થવા લાગે તો તેને સ્વચ્છ પાણીમાં પ્રવાહિત કરી નવો ગોળ રાખી દો. આ 5 ગુરુવાર સુધી કરવાથી ધનમાં વધારો થાય છે. સાથે જ આર્થિક તંગીનો નાશ થાય છે.

Post a Comment

0 Comments