ઘરથી નીકળતાં જ જોવા મળે આ 5 ચીજો, તો સમજો કે તમારું નસીબ ચમકવાનું છે


  • કોઈ પણ ઘટના એમ જ બનતી નથી, વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ચીજ, દરેક ઘટનાનું કોઈ ને કોઈ મહત્વ હોય છે. તમે દરરોજ તમારી આસપાસ જે કાંઈ પણ જુઓ છો, તે ચીજો ભવિષ્યનો સંકેત આપે છે. તેમાંથી કેટલાક સંકેત અશુભ હોય છે જ્યારે કેટલાક ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા જ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા નસીબને ચમકાવી શકે છે.
  • વાછરડાને દૂધ પીવડાવતી ગાય: ઘરથી નીકળતાં જ દૂધ જોવા મળવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ સારા કામ માટે ઘરથી નીકળી રહ્યા છો અને આ સમય દરમિયાન ગાય તેના વાછરડાને પીવડાવતી જોવા મળે તો તમારું કામ બનવું ચોક્કસ છે.
  • છીંક આવવી શુભ છે અથવા અશુભ: આમ તો ઘરથી નીકળતા સમયે છીંક આવવી અશુભ માનવામાં આવે છે, પરંતુ જો બે છીંક એક સાથે આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે તમારું નસીબ બદલાવાનું છે.
  • મંદિરની ઘંટડી: ઘરથી નીકળતાં જ જો તમને મંદિરની ઘંટડી સંભળાય છે તો સમજી લો કે તમારા બધા કામ પૂર્ણ થવાના છે.
  • ફૂલોની માળા: ઘરથી નીકળતા સમયે ફૂલોની માળા જોવી ખૂબ જ સારી માનવામાં આવે છે. તે જણાવે છે કે તમારા જીવનમાં કોઈ સારી તક આવવાની છે.
  • કબૂતરે બીટ કરી દીધી શું?: જો ઘરથી નીકળતા જ કબૂતર તમારા પર બીટ કરી દે તો તેને શુભ સંકેત માની લો. આ ધનલાભ થવાનો સંકેત છે.

Post a Comment

0 Comments