કોઈની પત્ની છે ડોક્ટર તો કોઈની એન્જિનિયર, જાણો ટોપ ક્રિકેટરોની પત્નીઓ કેટલું ભણેલ છે

  • ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓને સંપત્તિ અને ખ્યાતિ મળે છે પરંતુ ઘણી વખત આ ખેલાડીઓ પોતાની કારકિર્દી બનાવતી વખતે તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી.
  • ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓને સંપત્તિ અને ખ્યાતિ મળે છે પરંતુ ઘણી વખત આ ખેલાડીઓ પોતાની કારકિર્દી બનાવતી વખતે તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી. વિરાટ કોહલી અથવા એમએસ ધોની વિશે વાત કરો તો આ ખેલાડીઓ પોતાનું સ્કૂલનું શિક્ષણ પણ પૂરું કરી શક્યા ન હતા પરંતુ આજે આપણે આવા ખેલાડીઓની પત્નીઓ વિશે વાત કરીશું અને જાણીશું કે છેલ્લે તેઓએ કયા સુધી અભ્યાસ કર્યો છે.
  • અનુષ્કા શર્મા
  • ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 12મુ પણ સારી રીતે કર્યું નથી પણ તે આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટર છે. તે જ સમયે તેમની પત્ની અનુષ્કા શર્મા એક સફળ અભિનેત્રી છે. અનુષ્કાએ આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી કરી હતી અને અર્થશાસ્ત્રમાં અનુંસ્નાતક કર્યું હતું. પરંતુ તેણે પોતાની કારકિર્દી તરીકે મોડેલિંગ અને અભિનયની પસંદગી કરી.
  • રિતિકા સજ્દેહ
  • રોહિતની પત્ની રીતિકા સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર હતી. રિતિકાએ તેની કારકીર્દિની શરૂઆત તેના પિતરાઇ ભાઇ બંટી સચદેવાની કંપની કોર્નર્સ્ટન સ્પોર્ટ અને એન્ટરટેઇનમેન્ટથી કરી હતી.
  • સાક્ષી ધોની
  • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તેણે ઔરંગાબાદની હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે. લગ્ન પહેલા સાક્ષી કોલકાતાની તાજ હોટલમાં ટ્રેની તરીકે નોકરી કરતી હતી જ્યાં તે ધોનીને મળી હતી. જો કે હવે સાક્ષી તેનો તમામ સમય પરિવાર અને તેની પુત્રી સાથે વિતાવે છે.
  • અંજલિ તેંડુલકર
  • ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરે અંજલિ તેંડુલકર સાથે લગ્ન કર્યા છે જે વ્યવસાયે ડોક્ટર છે. આપને જણાવી દઈએ કે સચિન અને અંજલિની મુલાકાત મુંબઇ એરપોર્ટ પર થઈ હતી જ્યારે અંજલિ મેડિકલની વિદ્યાર્થી હતી.
  • પ્રિયંકા રૈના
  • ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા. સુરેશ રૈનાએ ગ્રેજ્યુએશન કર્યું છે જ્યારે તેની પત્નીએ બીટેક કર્યું છે, જ્યારે તેણે ગાઝિયાબાદની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાંથી બી.ટેક કર્યું છે. પ્રિયંકાએ એક્સેન્ચર અને વિપ્રો જેવી કંપનીઓમાં પણ કામ કર્યું છે. પ્રિયંકા તેના કામને કારણે નેધરલેન્ડમાં રહે છે.

Post a Comment

0 Comments