ક્યારેક દીકરીને કીસ, તો ક્યારેક પરવીન બોબીના મોતનો આરોપ, આવું છે દિગ્દર્શક મહેશ ભટ્ટનું જીવન

  • બોલિવૂડના સૌથી મોટા નિર્માતા અને દિગ્દર્શક તરીકે મહેશ ભટ્ટનું નામ છે. મહેશ ભટ્ટે તેમના જીવનમાં જેટલૂ નામ કમાવ્યુ હતું તેટલી જ બદનામી પણ કમાય હતી. તેના જીવનનો એક દોર હંમેશાં વિવાદોથી ભરેલો રહ્યો છે. મહેશ ભટ્ટ ક્યારેક તેમના નિવેદનો અંગે તો ક્યારેક ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપો દ્વારા ચર્ચામાં રહે છે. આ કારણોને લીધે તેને ઘણી વખત બદનામીનો પણ સામનો કરવો પડ્યો. આજે અમે તમને મહેશ ભટ્ટના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના જીવન સાથે સંબંધિત આવા વિવાદો જેના વિશે તમે ભાગ્યે જ પરિચિત હશો. મીડિયામાં પણ આ વિવાદો બહુ વધારે ઉછળી શક્યા ન હતા.
  • પરવીનના મોતથી સવાલો ઉભા થયા તેમના પર
  • મહેશ ભટ્ટ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રેમ સંબંધને કારણે ખૂબ ચર્ચામાં રહી ચુક્યા છે. પરણિત અને બે સંતાનો હોવા છતાં મહેશ ભટ્ટના અફેર રહી ચુક્યા છે. મહેશ ભટ્ટનું અફેર તે સમયની સુંદર અભિનેત્રીઓમાંની એક પરવીન બોબી સાથે હતું. આ અફેરે ઘણી હવા પકડી હતી. મહેશ ભટ્ટના સર પર પરવીન બોબીનો પ્રેમ એવો ચડી ગયો હતો કે તે પરણિત હોવા છતાં અભિનેત્રી સાથે લિવિંગમાં આવી ચુકયા હતા.
  • થોડા દિવસો પછી મહેશ ભટ્ટે પરવીન બોબીનો સાથ છોડી દીધો હતો. આ પછી જ્યારે આ અભિનેત્રીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું ત્યારે મહેશ ભટ્ટ પર ઘણા આક્ષેપો પણ લાગ્યા હતા કે તે પરવીનની આ હાલત વિશે જાણતા હતા. બધુ જાણતા હોવા છતાં પણ તેઓએ તે અભિનેત્રીને એકલી છોડી દીધી. આજની તારીખમાં પણ મહેશ ભટ્ટ લોકોની સામે સવાલોથી ઘેરાયેલા રહે છે.
  • પુત્રી સાથે કરવા માગતા હતા લગ્ન
  • તેમની મોટી પુત્રી પૂજા ભટ્ટે ડેડી (1989) ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટે કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન પૂજા ભટ્ટ માત્ર 17 વર્ષની હતી. મહેશ ભટ્ટે પહેલી જ ફિલ્મમાં તેને ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ બતાવી હતી. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન આવું જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જો પૂજા ભટ્ટ તેની પુત્રી ન હોત તો તે તેની સાથે લગ્ન કરી લેત. પુત્રી સાથેના લગ્નની વાત સામે આવતાની સાથે જ આ મામલો ઘણો વિવાદમાં આવી ગયો હતો. ઘણા બધા મામલાની સાથે મહેશ ભટ્ટ તે સમયે ઘણા વિવાદોમાં ફસાયા હતા જ્યારે સ્ટારડસ્ટ મેગેઝિનમાં તેમનો અને તેમની પુત્રી પૂજા ભટ્ટનો ફોટો પણ છપાયો હતો.
  • બોલિવૂડની ક્વીન કંગના રાનાઉતે પણ મહેશ ભટ્ટ પર આરોપ લગાવ્યો હતો. મહેશે કંગના સાથે પણ દુષ્કર્મ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે કંગના રાનાઉતે મહેશ ભટ્ટને એક સમયે થપ્પડ મારી ફેંકી દીધો હતો. મહેશે કંગનાને તેની પોતાનીજ ફિલ્મ જોવાથી રોકી દીધી હતી.
  • તે દિવસે કંગના રડતી રહી. સુપરસ્ટાર સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી પણ મહેશ ભટ્ટ તેમની રેટરિકને લઈને ઘણા વિવાદોમાં રહ્યા હતા. સુશાંતના મૃત્યુના સમાચાર લોકો સમક્ષ પહોંચ્યા ત્યારે બધા ચોંકી ઉઠ્યા હતા અને દુખી પણ થયા હતા. આ દરમિયાન પણ મહેશ ભટ્ટે એક નિવેદન આપ્યું હતું કે તેઓ પહેલેથી જ જાણતા હતા કે સુશાંત સાથે આવું જ કંઈક થશે.

Post a Comment

0 Comments