કોરોના કાળમાં વરદાન છે ડુંગળીની ચા, રોગપ્રતિકારક શક્તિને કરે છે શ્રેષ્ઠ, જાણો તેને બનવાની રીત

  • ભારતમાં કોરોના વાઈરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ હજારો નવા દર્દીઓ આવી રહ્યા છે. આ કોરોના વાયરસ તે લોકોને વધારે અસર કરે છે જેમની ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે. તેમજ જે લોકોમાં વધુ રોગપ્રતિકારક ક્ષમતા છે તેમના પર કોરોનાની વધારે અસર દેખાતી નથી.
  • ડુંગળીની ચાથી કરો ઇમ્યુનિટી શ્રેષ્ઠ
  • ડોકટરો પણ આ જ સલાહ આપે છે કે કોરોના વાયરસથી બચવા માટે તમારે તમારી રોગપ્રતિકારકતા વધારવી જોઈએ. રોગપ્રતિકારક્તા વધારવાની ઘણી રીતો છે પરંતુ આજે અમે તમને એક ખૂબ જ ઉત્તમ અને અસરકારક રીત જણાવવા જઈ રહ્યા છીએ. તમે ડુંગળી ચાનો ઉપયોગ રોગપ્રતિકારકતા વધારવામાં કરી શકો છો.
  • બિમારીઓને દૂર રાખે છે ડુંગળીની ચા
  • ડુંગળી ચા પીવાથી તમને ઘણા ફાયદા થશે. આ ફક્ત તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો જ નહીં કરે પરંતુ તમને આરોગ્ય સંબંધિત અન્ય ઘણા ફાયદા પણ થશે. કોરોનાવાયરસ સંક્રમણ હોય અથવા અન્ય કોઈ રોગ આ ડુંગળીની ચા તમને તમામ પ્રકારના વાયરસથી સુરક્ષિત કરશે. ખાસ કરીને કોરોના કાળમાં આ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તમારે દરરોજ તે પીવી જોઈએ.
  • ડુંગળીની ચા બનાવવા માટે શું જરૂરી છે?
  • ડુંગળી ચા બનાવવી પણ ખૂબ જ સરળ છે. તમારે આ માટે વધુ સામગ્રીની પણ જરૂર નથી. જો તમારે ડુંગળીની ચા બનાવવી હોય તો તમારે આ સામગ્રીની જરૂર પડશે - ૧ બારીક કાપેલી ડુંગળી, 3 લવિંગ, 2 ચમચી મધ, 1 તજ નું પાન અને લસણની બારીક કાપેલી ૨ કળી.
  • આ રીતે બનાવો ડુંગળીની ચા
  • ડુંગળીની ચા બનાવવા માટે એક વાસણ લો. તેને પાણીથી ભરો અને ગેસ પર મૂકો. આ દરમિયાન ગેસ ધીમો રાખો. હવે તેમાં બારીક સમારેલ લસણ અને ડુંગળી નાખો અને એક મિનિટ માટે ઉકાળો. તે પછી તેમાં તેજનું પાન અને લવિંગ ઉમેરો. આ મિશ્રણને ધીમા તાપે ઉકળવા દો. તેને તમારે ત્યાં સુધી ઉકાળવાનું જ્યાં સુધી તે બ્રાઉન રંગનું ન થાય. લો તમારી ડુંગળીની ચા તૈયાર છે.
  • આ ચાને ગાળી લો અને એક કપમાં નાખો. જો તમે ઇચ્છો તો તેનો સ્વાદ વધારવા માટે તમે મધ પણ ઉમેરી શકો છો. ખાંડનો ઉપયોગ કરવાનું ટાળો. ગોળ પણ ઉમેરી શકો. તમે દિવસમાં એકવાર આ ડુંગળીની ચા પી શકો છો. તેને એક કપ કરતાં વધારે ન પીવો.

Post a Comment

0 Comments