આ ત્રણ રાશિ પર ચાલી રહી છે શનિની સાઢેસાંતી, પ્રકોપથી બચવા માટે કરો આ ઉપાય

  • આ સમયે ત્રણ રાશિઓ પર શનિની સાઢેસાંતી ચાલી રહી છે. જે ધનુ, મકર અને કુંભ છે. આ ઉપરાંત બે રાશિઓ મિથુન અને તુલા પર શનિની ધૈયા ચાલી રહી છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્ર રાશિથી જ્યારે શનિ 12 માં ભાવ,પહેલા ભાવ અથવા બીજા ભાવથી નીકળે છે. તે અવધીને શનિની સાઢેસાંતી કહેવામાં આવે છે. આ અવધિ સાડા સાત વર્ષ ની હોય છે. જ્યારે ગોચરમાં શનિ કોઈ રાશિથી ચોથા અથવા આઠમ ભાવમાં હોય છે. તો એ સ્થિતિ ધૈયા કહેવાય છે જે અઢી વર્ષની હોય છે.
  • શનિને ન્યાયના દેવતા અને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે. જે વ્યક્તિ જેવુ કર્મ કરે છે. શનિદેવ તેને એવુ જ ફળ આપે છે. જો તમે ખરાબ કર્મ કર્યું છે તો તમને શનીદેવ દ્વારા દંડ આપવામાં આવે છે. તો સારું કર્મ કરવાથી શનિદેવ ની કૃપા તમારા પર કાયમ રહે છે અને શનિદેવ તમને અનુકૂળ ફળ આપે છે.
  • ધનુરાશિ
  • ધનુ રાશિ પર શનિની સાઢેસાંતી ચાલી રહી છે કેમ કે તે છેલ્લા ચરણમાં છે. ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે અને આ રાશિમાં શનિની સાઢેસાંતી આર્થિક દ્રષ્ટિથી સારી છે. કરીયર અને રોજગારના નવા અવસર આ રાશિના લોકોને મળે છે ખરેખર આ રાશિના લોકો ની તબિયત ખરાબ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો અને કોઇની સાથે જઘડો કરવાથી બચો. સાથે જ જમીનને લગતા નિર્ણય પણ એ સમયે ન કરો.
  • કરો આ ઉપાય
  • શનિની સાઢેસાંતીના અશુભ પ્રભાવથી બચવા માટે ધનુ રાશિના જાતકોને શમીન વૃક્ષની પૂજા કરવી અને આ વૃક્ષના મૂળને કાળા કપડાંમાં બાંધીને આ શનિવારે જમણા હાથમાં બાંધો. ત્યાર પછી ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम: મંત્રનો ત્રણ વાર જપ કરો.
  • મકર રાશિ
  • મકર રાશિના સ્વામી પોતે શનિ મહારાજ છે અને આ સમયે શનિદેવ મકર રાશિમાં બિરાજમાન છે. ખરેખર વર્ષ 2020 માં આ રાશિમાં શનિએ પ્રવેશ કર્યો હતો અને આ વર્ષે પણ તે જ રાશિમાં બિરાજમાન રહેશે. મકર રાશિ પર શનિની સાઢેસાંતીનો અત્યારે બીજું ચરણ છે. શનિની સાઢેસાંતીથી સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. સમાજમાં માન સન્માન વધશે. અટકેલા કાર્યો પૂરા થશે. કારકિર્દીમાં પરિવર્તન જોઈ શકો છો. ગમે ત્યાંથી સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે.
  • કરો આ ઉપાયો
  • શનિની સાઢેસાંતીના ખરાબ પ્રભાવોને ટાળવા માટે મકર રાશિના લોકોએ શિવની પૂજા કરવી જોઈએ અને શનિવારે તેમને જળ અર્પણ કરવું જોઈએ. સાથે જ શિવ સહસ્ત્રનામ અથવા શિવનો પંચક્ષરી મંત્ર પણ વાંચો. આ પાઠો વાંચવામાં આવતા તમામ અવરોધો દૂર થશે. આ ઉપાય દ્વારા શનિની નકારાત્મક અસરો દૂર થશે.
  • કુંભ રાશિ
  • કુંભ રાશિ પર શનિની સાઢેસાંતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. સાઢેસાંતી ના પ્રભાવથી કુંભ રાશિના જાતકોની જિમ્મેદારી વધે અને કામનો બોજ પણ એકદમ વધશે. મહેનત કરવાથી સફળતા જરૂર મળશે સાથે જ વિદેશ યાત્રા નો યોગ પણ બનશે. ખરેખેર કોઈ સાથે વિવાદ ન કરો અને ગુસ્સો ન કરો.
  • કરો આ ઉપાય
  • શનિવારે શનિદેવની પૂજા કરો. પૂજા કરતી વખતે વાદળી ફૂલો અર્પણ કરો. સાથે જ કાળા રંગનો એક તલના તેલનો દીવો સળગાવો. આ સિવાય મહારાજ દશરથ દ્વારા લખાયેલ શનિ સ્તોત્ર વાંચો. શનિવાર અથવા અમાવસ્યાના સૂર્યાસ્ત પછી પીપળના ઝાડ પાસે દીવો પ્રગટાવો.
  • તુલા અને મિથુન રાશિ
  • આ દિવસોમાં રાશિ પર શનિની ધૈયા ચાલી રહી છે. આ રાશીવાળા લોકો શનિવારે મંદિરમાં જઈને શનિ દેવ અને હનુમાનજી નું પૂજન કરે. પૂજા કરતી વખતે તેને તેલ અર્પણ કરો. સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

Post a Comment

0 Comments