બોલિવૂડની આ 8 અભિનેત્રીઓએ બોલિવૂડના ત્રણ ખાનોની ફિલ્મોમાં કામ કરવાનો કર્યો હતો ઇનકાર જુવો લિસ્ટ

 • બોલિવૂડની દરેક અભિનેત્રી પોતાની કારકીર્દિમાં એકવાર બોલિવૂડના ત્રણ સુપર ખાન સાથે કામ કરવાનું સપનું રાખે છે. આજે બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ખાન સાથે મળીને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અને તેમાંથી કેટલીક આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. બોલિવૂડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનનો સિક્કો છે. આ ત્રણેય સ્ટાર્સ મોટા બજેટની ફિલ્મો કરે છે અને આ જ કારણ છે કે તેમની સાથે કામ કરતી નાયિકાઓનું ભાગ્ય પણ ચમકતું હોય છે. તમને જણાવી દઇએ કે જ્યારે દીપિકા, કેટરિના, એશ્વર્યા જેવી અભિનેત્રીઓએ આ ખાન સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે કેટલીક એવી અભિનેત્રીઓ છે કે જેમણે ત્રણે ખાન સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
 • એશ્વર્યા રાય બચ્ચન
 • જણાવી દઈએ કે એશ્વર્યા રાય બચ્ચનને રાજા હિન્દુસ્તાની ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. પરંતુ એશ્વર્યાએ આ ફિલ્મમાં અભિનય કરવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મના ઇનકાર પાછળનું કારણ એ હતું કે એશ્વર્યા તે સમયે મિસ વર્લ્ડ કોન્ટેસ્ટની તૈયારી કરી રહી હતી. આ પછી, આમિર ખાનની સાથે કરિશ્મા કપૂરને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
 • કરીના કપૂર ખાન
 • જણાવી દઈએ કે કરીના કપૂરે પણ શાહરૂખ ખાન સાથેની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. સમાચારો અનુસાર કરણ જોહરે કરીના કપૂરને શાહરૂખ ખાનની સાથે એક ફિલ્મ માટે ઓફર કરી હતી. પરંતુ તે સમયે કરિનાએ કરણ પાસે શાહરૂખ જેટલી જ ફી માગી હતી, પરંતુ કરણે તેને એટલી ફી ચૂકવવાની ના પાડી દીધી હતી. આ વાત પછી સમાચાર આવ્યા કે કરીના અને કરણે લગભગ 9 મહિના સુધી વાત કરી નથી.
 • શિલ્પા શેટ્ટી
 • જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીને શાહરૂખ ખાન સાથેની ફિલ્મ બાદશાહમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ શિલ્પાએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ શિલ્પા શેટ્ટીએ આ ફિલ્મનો ઇનકાર કરીને મોટી ભૂલ કરી.જણાવી દઈ કે શિલ્પાના ઇનકાર બાદ ટ્વિંકલ ખન્નાને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
 • દિપીકા પાદુકોણ
 • દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે દીપિકાને સલમાન ખાનની ફિલ્મ સુલતાનની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તમને જણાવી દઇએ કે આ પહેલી ફિલ્મ નહોતી જેમાં દીપિકાએ સલમાન ખાન સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ દીપિકાએ સલમાનની ઘણી ફિલ્મોનો ઇનકાર કરી દીધો હતો. આ સૂચિમાં 'કિક', 'જય હો', 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મ્સ શામેલ છે.
 • કાજોલ
 • તમને જણાવી દઈએ કે કાજોલને આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સમાં કામ કરવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં કરીનાને ફિલ્મમાં સ્થાન મળ્યું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી.
 • પ્રિયંકા ચોપડા
 • પ્રિયંકા ચોપડાએ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ગજિનીમાં કામ કરવાની ના પાડી હતી.
 • અમૃતા રાવ
 • તમને જણાવી દઈએ કે, ફિલ્મો માથી ગાયબ થઈ ગયેલી અમૃતા રાવને સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાનની બહેનની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો
 • ટ્વિંકલ ખન્ના
 • ટ્વિંકલ ખન્નાને કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં બીજી મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી કરણે રાની મુખર્જીને તે રોલ માટે કાસ્ટ કરી હતી.

Post a Comment

0 Comments