માલદીવના સુંદર લોકેશન પર રજાઓ માણી રહી છે ડેઝી શાહ, વાયરલ થયા ફોટા

  • ભૂતકાળમાં બોલિવૂડના તમામ સેલેબ્સ માલદીવમાં રજાઓ માણતા જોવા મળ્યા છે. રકુલપ્રીત, સોનાક્ષી સિંહા અને તાપ્સી પન્નુ પછી હવે ડેઝી શાહ આ સુંદર સ્થાન પર રજાઓ માણતા જોવા મળી હતી. તેણે આ તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં ડેઝી બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.
  • ડેઝી આ કમાલની તસ્વીરોમાં રેતી પર ચિલ કરતી, દરિયાને નિહાળતી, અનંત પૂલમાં જુલફે લહેરાવતી અને વાદળી પાણીમાં સૂતી નજર આવી હતી.
  • ડેઝીની આ તસ્વીરો લાખોની સંખ્યામાં પસંદ અને શેર કરવામાં આવી હતી. કોમેન્ટ બોક્સમાં,લોકોએ તેમના દેખાવથી લઈને આ સુંદર સ્થાન ના વખાણ કર્યા છે.
  • એક ફોટોના કેપ્શનમાં ડેઝીએ લખ્યું છે કે, "અગલી બાર તક કે લિયે આભાર.તમે આ મુશ્કેલ કોવિડ ના સમય મા પણ મારી રજાઓ સુંદર છે તે સુનિશ્ચિત કરવા કોઈ કસર છોડી નથી."
  • તમને જણાવી દઈએ કે આ વર્ષે ફરહાન અખ્તર-શિબાની દાંડેકર, ટાઇગર શ્રોફ-દિશા પટની, નેહા ધૂપિયા-અંગદ બેદી અને કાજલ અગ્રવાલ-શિબાની દાંડેકર પણ રજા પર માલદીવના એક્ઝોટીક લોકેશન પર ગયા હતા.
  • વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ડેઝી ટૂંક સમયમાં રેસ -3 પછી ફિલ્મ ગુજરાત -11 માં કામ કરતી જોવા મળશે. ગુજરાતી ભાષામાં બની રહેલી આ ફિલ્મમાં તે દિવ્યા ચૌહાણની ભૂમિકા નિભાવતી જોવા મળશે.
  • ત્યારબાદ ડેઇઝીની કોઈ નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી નથી. ચાહકો હવે રાહ જોઇ રહ્યા છે કે તેમની નવી ફિલ્મ ક્યારે જાહેર થશે.

Post a Comment

0 Comments