કોઈ 5-સ્ટાર હોટલથી ઓછું નથી દિવ્યાંકા ત્રિપાઠીનું ઘર, અંદર જતાં જ સ્વર્ગ જેવો થાય છે અનુભવ જુવો તસ્વીરો

 • દિવ્યાંકા ત્રિપાઠી (દિવ્યાંકા ત્રિપાઠી) એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તેણે પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત સીરીયલ 'બનું મેં તેરી દુલ્હન' દ્વારા કરી હતી. જોકે તેને 'યે હૈ મોહબ્બતેન' નામના ટીવી શોથી સાચી લોકપ્રિયતા મળી. આ સીરિયલમાં તેને ઇશિતાના પાત્રથી લોકોનું દિલ જીતી લીધું હતું. આજે એટલે કે 14 ડિસેમ્બરના દિવસે દિવ્યાંકાનો જન્મ ભોપાલમાં થયો હતો.
 • દિવ્યાંકા આજે તેનો 36 મો જન્મદિવસ પણ મનાવી રહી છે. આવામાં આજે અમે તમને તેમના વૈભવી ઘરની કેટલીક શાનદાર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ સુંદર મકાનમાં તે તેના પતિ વિવેક દાહિયા સાથે રહે છે. આ બંનેના લગ્ન 8 જુલાઈ 2016 ના રોજ થયા હતા. લક્ઝુરિયસ સગવડતાઓ સાથે દંપતીનો મુંબઈમાં 3 બીએચકે ફ્લેટ છે.
 • દિવ્યાંકા લગ્ન પછી મુંબઈમાં જ રહેવા માંગતી હતી. તેથીજ તેણે મુંબઇના ગોરેગાંવમાં 1260 સ્ક્વેર ફીટનું ઘર ખરીદ્યું.
 • દિવ્યાંકાને તેના ઘરની દિવાલો પર એક સોનેરી રંગ લગાડાવ્યો છે. તે જ સમયે તેના ઘરનું ફર્નિચર ખૂબ લગ્જરી અનુભવ આપે છે.
 • દિવ્યાંકાને પેઇન્ટિંગ્સનો પણ ખૂબ શોખ છે. તેણે તેના ઘરની દિવાલો પર અનેક સુંદર વૉલ પેઇન્ટિંગ્સ લગાવી છે. આ સિવાય તેના ઘરની સીલિંગ પણ ખૂબ જ આકર્ષક છે. આ ઘર હંમેશાં પ્રકાશથી જગમગતું હોય છે. તે એવું બનાવવામાં આવ્યું છે જેથી ત્યાં હંમેશાં અંજવાળું રહે.
 • દિવ્યાંકાએ તેના મકાનના એક ખૂણામાં મએઉન સિલ્વર કલર ની નક્કશી વાળું એક સુંદર મંદિર પણ બનાવ્યું છે. આ મંદિર તેમણે જયપુરથી ખરીદ્યું હતું. અહી બેસી દિવ્યાંકા મેડિટેશન પણ કરે છે.
 • ઘરના ઇંટિરિયર ભાગને આધુનિક અને ગોલ્ડન એમ્બિએંસ આપવામાં આવ્યુ છે. અહીં દિવ્યાંકાએ ટ્રોફી રાખવા માટે એક અલગ જ્ગ્યા પણ બનાવી છે.
 • દિવ્યાંકા અને વિવેકે તેમના લિવિંગ એરિયાને એકદમ હવા ઉજાશ વાળો બનાવ્યો છે. તેઓએ તેમની ઓપન સ્પેસ ને સુંદર રીતે શણગારેલી છે.
 • દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ તેમના ઘરનું ફર્નિચર અને દિવાલોનો સમાન રંગ રાખ્યો છે. આ ઘરની સુંદરતામાં વધારો કરે છે.
 • દિવ્યાંકાને ઘરની બાલ્કનીમાં સમય પસાર કરવો ગમે છે. તેણીને હંમેશાં તેનો ફ્રી સમય અહીં વિતાવવો ગમે છે.
 • દિવ્યાંકાની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે બાળપણમાં ટોમબોય હતી. તે છોકરીઓની જેમ રહેતી નહોતી. મમ્મીના હાથથી સિવેલા કપડાં પહેરતી હતી. તે ઘણીવાર ઢીલા શર્ટ અને ટ્રાઉઝર પહેરતી હતી.

Post a Comment

0 Comments