બોડીગાર્ડ શેરા ને ખૂબ પ્રેમ કરે છે સલમાન ખાન, આપે છે આટલો અધધ પગાર

 • બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન ઘણીવાર તેની ફિલ્મ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. સલમાન હંમેશા લાઇમલાઇટમાં રહે છે આ સિવાય તેની આસપાસ રહેતા લોકો પણ ઘણી ચર્ચાઓ માં આવે છે.
 • સલમાન ખાનની આજુબાજુના લોકોમાં સૌથી ચર્ચામાં રહેતો તેનો બોડીગાર્ડ શેરા છે. શેરા હંમેશા સલમાન ખાન સાથે જોવા મળે છે અને તેને સલમાન ખાનનો પડછાયો પણ કહેવામાં આવે છે. કાયમ સાથે રહેવાને કારણે શેરા હવે સલમાનના ઘરનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો છે.
 • તમને જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષથી શેરા સલમાન ખાનના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે શેરા એક મહિના માટે કેટલો પગાર લે છે. જો નહીં તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું. તેમજ તે શેરાને લગતી કેટલીક રસપ્રદ વાતો જણાવશું.
 • જાણો શેરાનું અસલી નામ શું છે
 • જોકે લોકો સલમાનના બોડીગાર્ડને શેરાના નામથી જાણે છે પરંતુ તેનું અસલી નામ ગુરમીતસિંહ જોલી છે. તે એક શીખ પરિવારનો છે. તમને જણાવી દઈએ કે શેરાને બોડી બિલ્ડિંગ પસંદ છે અને તે હંમેશાં પોતાને ફીટ રાખે છે.
 • શેરા સલમાન ખાન બોડીગાર્ડ હોવાથી તે ચર્ચામાં લાઇમલાઇટમાં રહે છે અને લોકો તેને પણ સેલિબ્રિટી તરીકે પસંદ કરે છે. સલમાન ખાન વિશે વાત કરવામાં આવે તો તે હંમેશા શેરા સાથે ફ્રેંડલી વ્યવહાર કરે છે.
 • આટલી છે શેરાની માસિક કમાણી
 • ગુરમીતસિંહ જોલી ઉર્ફે શેરાને નાનપણથી જ ફીટ રહેવાનો શોખ છે. તેને શરૂઆતના દિવસોથી જ બોડી બિલ્ડિંગનો શોખ હતો અને તેણે આ ક્ષેત્રમાં ઘણા ટાઇટલ જીત્યા છે.
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે શેરાએ 1987 માં જુનિયર મિસ્ટર મુંબઇનો ખિતાબ જીત્યો એટલું જ નહીં તેણે બોડી બિલ્ડિંગની જુનિયર કેટેગરીમાં મિસ્ટર મહારાષ્ટ્રનું નામ કમાયો છે.
 • સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા વાર્ષિક 2 કરોડની કમાણી કરે છે. એટલે કે તેની માસિક કમાણી 16 લાખ રૂપિયા છે. સાચેજ સલમાન ખાન શેરાને એક મહિનામાં 16 લાખ રૂપિયા આપે છે.

 • આ છે શેરાની જીવનયાત્રા
 • શેરા નાનપણથી જ મહેનતુ હતો. તેના પિતાની કાર રિપેરિંગની શોપ હતી જ્યાં શેરાએ તેના પિતાને મદદ કરતો. ધીરે ધીરે શેરાએ પણ કારનું સમારકામ શરૂ કર્યું. આ પછી જ્યારે તેને આ કાર્યમાં કોઈ ભાવિ દેખાયુ નહીં ત્યારે તેણે ટાઇગર સિક્યુરિટીઝ નામની કંપનીની રચના કરી.
 • ટાઇગર સિક્યોરિટીઝ કંપની બોલિવૂડ સ્ટાર્સ અને સેલેબ્સની સુરક્ષા માટે કામ કરતી હતી. તે દરમિયાન વર્ષ 1995 માં શેરા સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનને મળ્યો હતો. આ મુલાકાતે શેરાનું ભાગ્ય ફેરવી નાખ્યું.
 • ખરેખર તે દિવસોમાં સોહેલ ખાને શેરાને સલમાનની વિદેશ યાત્રાઓની સુરક્ષાની નોકરી આપી હતી ત્યારથી શેરા હંમેશા સલમાન ભાઈ સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શેરાએ હવે રાજકારણની દુનિયામાં પણ પગ મૂક્યો છે. તે તાજેતરમાં જ શિવસેનામાં જોડાયો છે.

Post a Comment

0 Comments