ટીવી સિરિયલ ના સાંઇ બાબા વાસ્તવિક જીવનમાં દેખાઈ છે અકદમ હેન્ડસમ, જુવો તસવીરો

  • ટીવી સીરિયલ ના સાઈ બાબા, મેરે સાંઈ-શ્રદ્ધા ઓર સબૂરીમાં અભિનેતા તરીકે મુખ્ય પાત્ર ભજવતા અભિનેતા ને જોઈને લોકોએ તેમના અસલ લુક વિશે ઘણું વિચારવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોનું માનવું છે કે સાંઈનું પાત્ર ભજવનારા અભિનેતાઓ વાસ્તવિક જીવનમાં પણ એવાજ લાગે છે પરંતુ સત્ય એકદમ અલગ છે.સાચેજ ટીવીમાં સાઈની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ અબીર સુફી છે જે રીઅલ લાઇફ માં ખુબજ હેન્ડસમ છે. આટલું જ નહીં વાસ્તવિક જીવનમાં છોકરીઓ આને ખૂબ પસંદ કરે છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?
  • અબીર સુફીના ચાહકો પણ તેને સાંઈની ભૂમિકામાં જુએ છે અને સમજે છે કે તે વાસ્તવિક જીવનમાં પણ આવાજ જોવા મળતા હશે. ટીવીના સાંઇ અબીર સુફીનું અસલી નામ વૈભવ સારસ્વત છે તેઓએ પોતાનુ નામ બદલ્યુ અને હવે તે માત્ર અબીર સુફી તરીકે ઓળખાય છે. ટીવી પર અબીર સુફીને જોતાં જ લોકોના મનમાં એક અલગ જ લાગણી હોય છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ અલગ હોય છે અને એક સામાન્ય માણસની જેમ પોતાનું જીવન જીવે છે.
  • અબીર સુફી ક્રિમિનલ લોયર હતા
  • પોતાની અંગત જિંદગી છુપાવી રાખવા વાળા અબીર સૂફીએ એક ઇન્ટરવ્યૂમાં તેની કારકિર્દી વિશે વાત કરી હતી. તે મુલાકાતમાં અબીર સૂફીએ કહ્યું હતું કે તે પ્રથમ ક્રિમિનલ લોયર હતો જેના માટે તેણે પાંચ વર્ષ પ્રેકટીસ પણ કરી હતી પરંતુ બાદમાં તે અભિનય તરફ વળ્યો અને આજે તે ખૂબ જ સફળ છે. અબીર સૂફી ઘર ઘરમાં સાંઈ ના નામથી ઓળખાય છે જેના કારણે લોકો તેને ભક્તિથી જુએ છે. જો કે હવે આબીર સુફી આ પાત્રથી બહાર નીકળીને કંઈક અલગ જ કરવા માગે છે.
  • સાંઈના પાત્રથી અપાર સફળતા મળી
  • અબીર સુફીએ તેની અભિનય કારકિર્દીમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે પરંતુ સાઈના પાત્રથી તેને અપાર સફળતા મળી છે અને ત્યારબાદ તે સાતમા આસમાન પર છે. તમને જણાવી દઈએ કે મીડિયા સામે અબીર સુફી ખૂબ ઓછા આવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે જેમાં તે ખૂબ જ મોહક અને હેન્ડસમ દેખાઈ રહ્યો છે. અબીર ઘણો નાનો છે પરંતુ ટીવી પર તેને ફકીર તરીકે બતાવવામાં આવ્યો છે જેના કારણે તેને ઘણો પ્રેમ મળે છે.
  • અબીર સુફી એકદમ યુવાન છે
  • ટીવી સ્ક્રીન પર સફેદ ચોલામાં ફકીર સાંઈની ભૂમિકા ભજવનાર અબીર સુફીની રીઅલ-લાઇફ તસવીરો જોઈને દરેક જણ ચોંકી ઉઠે છે કારણ કે તે ખુબજ હટકે છે અને ખૂબ જ જુવાન છે. તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. એટલું જ નહીં અબીરની રીઅલ-લાઇફ પિક્ચર જોયા પછી તેના ચાહકો કહે છે કે તમે સાંઈ સાથે જ બરાબર છો… મતલબ કે લોકો તેને હંમેશાં સાંઈની ભૂમિકામાં જોવાનું પસંદ કરે છે.

Post a Comment

0 Comments