ટીવીની સૌથી ખૂબસૂરત એક્ટ્રેસ જન્નત ઝુબેર છે જે કરોડોની માલકીન, પરંતુ કરે છે સાધારણ યુવકને પ્યાર, જાણે કોણ છે તે

  • આ દુનિયામાં કંઇપણ અશક્ય નથી કોઈપણ કાર્યમાં સફળ થવા માટે સૌથી અગત્યની વસ્તુ એ છે આપણો જુસ્સો અને હિંમત જે વ્યક્તિની પાસે બંને લાક્ષણિકતાઓ છે તે પોતાનું નસીબ લખી શકે છે અને જીતી શકે છે તેનું એક જાણીતું ઉદાહરણ છે ટીવી અને સોશ્યલ મીડિયાના જાણીતી સ્ટાર જન્નત ઝુબૈર રહેમાની. હા, જન્નત ઝુબેર એક ખૂબ જ સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને ન તો તેનું કોઈ ફિલ્મી બેકગ્રાઉંડ છે પરંતુ જન્નત તેની મહેનત અને સમર્પણથી સોશિયલ મીડિયામાં અને ટીવી જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. યુવાનોમાં જન્નત બોલિવૂડ એક્ટ્રેસ કરતા વધુ લોકપ્રિય છે.
  • જણાવી દઈએ કે જન્નત આજે જે તબક્કે પહોંચી ગઈ છે ત્યાં સુધીનો સફર તેમના માટે સરળ નહોતું પરંતુ જન્નત કદી હિંમત હારી નહીં અને મુશ્કેલીઓનો સામનો કરી પોતાનાં લક્ષ્યસ્થાન પર પહોંચી ગઈ. જણાવી દઈએ કે જન્નતએ ખૂબ જ નાની ઉમરમાં ઍક્ટિંગની દુનિયામાં કદમ મૂક્યો હતો અને જન્નતે 2010 માં ટીવી સીરિયલ દિલ મિલ ગયેમાં બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ સિરિયલથી તેમને વધારે ઓળખ મળી નહોતી પરંતુ જન્નતએ હાર માની ન હતી અને આગળ વધતી રહી.
  • ટીવી પર ડેબ્યૂ કર્યા પછી જન્નતને ઘણાં શોની ઓફર મળવા માંડી હતી જેમાં અંતરા, અલ્લાદિન, ચાંદ કા પારો ચલો, વગેરે જેવી સીરિયલોનો સમાવેશ થાય છે. વર્ષ 2019 માં જન્નત પ્રખ્યાત શો ફૂલવામાં દેખાઈ હતી અને જન્નત ઘર ઘરમાં આ સિરીયલથી પ્રખ્યાત થઈ હતી અને તેને આ શોમાં શાનદાર ઍક્ટિંગ માટે ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતા. ત્યારબાદ તે વર્ષ 2017 માં ટીવીના પ્રખ્યાત શો તુ આશિકીમાં લીડ એક્ટ્રેસની ભૂમિકામાં જોવા મળી હતી અને આ શોમાં પણ જન્નતને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
  • જણાવી દઈએ કે જન્નત ટીવી શો કરતા સોશિયલ મીડિયાને કારણે વધુ લોકપ્રિય થઈ ગઈ છે. જન્નત ખૂબ જ મોટી ટિક ટોક સ્ટાર રહી છે અને તેના નાના ભાઈ સાથે મળીને જન્નતની સુંદરતાના ટીકટોક પર ઘણા વીડિયો બનાવ્યા છે અને તેમની અદાથી બધાના દિલ જીતી લીધાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જન્નતના ઘણા ફેન્સ છે જે જન્નતને ખૂબ જ પસંદ કરે છે.
  • જન્નત દેખાવમાં એટલી સુંદર છે કે જો કોઈ તેને એકવાર જુએ છે તો તેની ઉપરથી નજર હટતી નથી અને તે વારંવાર જન્નતને જોવા માંગે છે. આજે અમે તમને અહીં જન્નત ઝુબેરની લવ લાઈફ વિશે કંઈક કહેવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર જન્નત ઝુબેર ટિક ટોકના ફેમસ સ્ટાર ફૈઝલ શેખને ડેટ કરી રહી છે અને ઘણી વખત જન્નત અને ફૈઝલને સાથે ડિનર ડે પર મળી આવ્યા હતા.આ દિવસોમાં જન્નતના ઘરે ફૈઝલ શેખ રહે છે અને જન્નતના માતા પણ ફૈઝલને ખૂબ પસંદ કરે છે.
  • આજકાલ તેઓએ સાથે મળીને એક આલ્બમ પણ કર્યું છે જેમાં તેમની કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી છે અને તેમના સંબંધોની સચાઈ શું છે તે આવનારો સમય કહેશે. આ બંનેએ અત્યાર સુધી તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી નથી.

Post a Comment

0 Comments