શાહરૂખ ખાનને દુનિયા એમ જ નથી કહેતી કિંગ ખાન, ફિલ્મ સિવાય આ 7 સાઈડ બિઝનેશથી કરે છે અબજોની કમાણી

  • બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનને આજના સમયમાં કોઈ પરિચયની જરૂર નથી તેનું નામ તેની ઓળખ બની ગયું છે. આજના સમયમાં કિંગ ખાને દેશ જ નહીં વિદેશમાં પણ પોતાનું નામ કમાવ્યું છે. શાહરૂખ ખાને પોતાની શાનદાર ઍક્ટિંગથી લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે અને આજે પણ કિંગ ખાન જે ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરે છે. શાહરૂખ ખાન આજના સમયમાં બોલીવુડના સૌથી રઈસ સેલેબ્સની યાદીમાં સામેલ છે અને જણાવી દઈએ કે ફિલ્મોમાં કામ કરવા સિવાય, તે ઘણા સ્રોતમાંથી કમાણી કરે છે અને જેના વિશે આજે અમે તમને અહીં જણાવીશું.
  • 1. બોક્સ ઓફિસ શેયરિંગ
  • બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર કહેવાતા શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, જેવા એક્ટર બોલિવૂડની દુનિયામાં એવા કલાકારો છે કે જે કોઈ પણ ફિલ્મમાં કામ કરે છે પછી ફિલ્મમાં તેઓ તેમની ફી લે છે સાથે જ ફિલ્મોના પ્રોફીટમાં પણ પોતાનો હિસ્સો લે છે અને તેમના શેર વિશે વાત કરે છે તેઓ કોઈપણ ફિલ્મના પ્રોફીટમાં 50 થી 80 ટકા વસૂલ કરે છે અને આ એક્ટરરોની આવકનો આ એક મોટો સ્રોત છે એવું મનાય છે.
  • 2. રેડ ચીલી એંટરટેનર્મેંટ
  • શાહરૂખ ખાનની આવકનો મોટો સ્રોત રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ છે. જણાવી દઈએ કે જુહી ચાવલા અને અઝીઝ મિર્ઝા તેમ જ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પણ માલિક બન્યા છે અને તમને જણાવી દઈએ કે શાહરૂખના આ વર્ષના પ્રોડક્શન હાઉસનું ટર્નઓવર 500 કરોડ રૂપિયાથી વધુ છે અને કિંગ ખાન આમાથી ઘણી વધારે કમાણી કરે છે.
  • 3. કિડજેનીયા
  • શાહરૂખ ખાન ફિલ્મોમાં અભિનયની સાથે સાથે ઘણી મોંઘી જાહેરાતોથી પણ ઘણાં પૈસા કમાય છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાને એક જાણીતી એડ કંપની સાથે ભાગીદારી કરી છે અને જ્યારે પણ કિંગ ખાન આ એડ કંપની માટે કોઈ જાહેરાત કરે છે ત્યારે તેનો ચાર્જ લે છે અને આ સાથે કંપનીની જાહેરાતના 26 ટકા પ્રોફીટમાં પણ પોતાનો હિસ્સો લે છે, જણાવી દઈએ કે કિડજેનીયા એડ કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 100 કરોડ રૂપિયા આસપાસ છે.
  • 4. આઇ.પી.એલ.
  • આઈપીએલને કારણે કિંગ ખાનને પણ મોટો ફાયદો છે અને આઈપીએલમાં તેમની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સમાં કિંગ ખાનની રેડ ચીલી એંટરટેનર્મેંટનો 55% હિસ્સો છે અને અહીથી કિંગ ખાનને ઘણી આવક થાય છે
  • 5.એંડોસર્મેંટ
  • જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ ઘણી દેસી અને વિદેશી બ્રાન્ડનું એંડોસર્મેંટ કરે છે અને કિંગ ખાન આ બ્રાન્ડ એન્ડોર્સર્સ માટે દિવસના 3 થી 4 કરોડ રૂપિયા વસૂલ કરે છે જે તેમની આવકનો મોટો સ્રોત માનવામાં આવે છે.
  • 6. ઍવોર્ડ શો
  • શાહરૂખ ખાન હંમેશાં ટીવી પર આવતા ફેમસ એવોર્ડ શોમાં શો હોસ્ટ કરતા જોવા મળે છે અને તે આ શોમાં મનોરંજન માટે પણ પરફોર્મ કરતા જોવા મળે છે.જણાવી દઈએ કે કિંગખાન એક એવોર્ડ શો હોસ્ટ કરવા માટે 4 થી 8 કરોડ જેટલો ચાર્જ લે છે જે તેમની આવકનો મોટો સ્રોત છે.
  • 7. શાદી સમારોહ
  • તમને જણાવી દઈએ કે કિંગ ખાને પોતાના કેટલાક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે કોઈના લગ્નમાં જઈને પરફોર્મ કરવામાં સંકોચ રાખતા નથી પણ કિંગ ખાન કોઈના પણ લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા માટે મોટી ફી વસૂલ કરે છે જે લગભગ 4 થી 8 કરોડ રૂપિયા છે.

Post a Comment

0 Comments