જીવનમાં બનવા માગો છો અમીર તો આ બે પ્રકારની મહિલાઓ તરફ ન જુઓ ક્યારેય ખરાબ નજરથી

  • ભારતીય સમાજમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને માન અને સન્માન આપવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે મહિલાઓને માન આપતા નથી અને હંમેશાં ખરાબ નજરથી તેમની સામે જુએ છે. ધર્મ શાસ્ત્રોમાં આવી બે મહિલાઓ વિશે કહેવામાં આવ્યું છે જેને ખરાબ નજરથી જોવા વાળાના જીવનમાં નાશ જ થાય છે. તેથી જ જો તમે પણ આવું કરો છો, તો આજથી જ બંધ કરી દો. નહિંતર, તમારે આજીવન ક્રૂરતાનો સામનો કરવો પડશે.
  • એવું કહેવામાં આવે છે કે આ બે પ્રકારની મહિલાઓને એક વરદાન મળ્યું છે, જેના કારણે જે પણ વ્યક્તિ તેમને ખરાબ નજરથી જુએ છે તેમના જીવનમાં દુખ જ દુખ હોય છે અને તે ક્યારેય ધનિક નહીં બને. એક પ્રાચીન કથા અનુસાર, રાક્ષસ કમ્ભ અને તેની સેનાએ ભગવાન શિવની ખૂબ તપસ્યા કરી હતી. ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને એક વરદાન માંગવા માટે કહિયું. તેમણે બળવાન અને યશશ્વી હોવાનું વરદાન માંગ્યું. ભગવાન શિવ પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ આપ્યા.
  • શક્તિના ઘમંડમાં રાક્ષસોએ સ્વર્ગ પર હુમલો કર્યો અને બધા દેવતાઓને પરાજિત કર્યા. દેવતાઓ સ્વર્ગમાંથી ભટકવા લાગ્યા. નારદમુનિની સમજાવટ પર, ઇન્દ્ર દત્તાત્રેય પાસે આવ્યા અને તેમની વ્યથા સંભળાવી. દત્તાત્રેયે કહ્યું કે કોઈક રીતે તમે તેમને મારી પાસે મોકલો, તમારી સમસ્યા સમાપ્ત થઈ જશે. ઇન્દ્રએ પણ એવું જ કર્યું. કમ્ભને દત્તાત્રેયની પાસે મોકલ્યા. તે સમયે દત્તાત્રેય સાથે માતા લક્ષ્મી પણ બેઠા હતા. તેમને જોઈને કમ્ભ આકર્ષિત થઈ ગયો અને તેમનું હરણ કરીને પોતાની સાથે લઈ ગયો.
  • આ જોઈને ઇન્દ્ર નારાજ થઈ ગયા અને પૂછ્યું આ શું થઈ રહ્યું છે? તમે કેમ કંઈ નથી કરતા? તેણે કહ્યું કે આ બધું તમારા કારણે થયું છે. તમે જ જાવ અને માતા લક્ષ્મીને લઈને આવો. ઈન્દ્ર જાણતા હતા કે ભગવાન શિવના આશીર્વાદને કારણે તેમને હરાવવા મુશ્કેલ છે. પરંતુ ત્યારે જ ભગવાને કહ્યું કે તેણે પરાયી મહિલાને તેની મરજી વિરુદ્ધ અપહરણ કર્યું છે. આ કારણે તેના બધા ગુણો પાપમાં ફેરવાયા છે. તે આ સમયે નબળો પડી ગયો હશે. તમે દેવતાઓ સાથે સ્વર્ગ પર હુમલો કરો અને તેને હરાવીને માતા લક્ષ્મીને લાવો. પરાયી સ્ત્રી પર ખરાબ નજર રાખવાવાળા પાપનો શિકાર હોય છે. તેમનો સાથ આપવાવાળા પણ તે પાપ ભોગવશે. તેથી, શાસ્ત્રોમાં આ બંને મહિલાઓ પર ખરાબ નજર રાખવી પ્રતિબંધિત છે.
  • કોઈ પણ વ્યક્તિએ ક્યારેય બીજાની પત્ની પર ખરાબ નજર ન રાખવી જોઈએ. જો તે આવું કરે છે, તો તે વિશ્વનો સૌથી મોટો પાપી બને છે. આવા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય સફળ અને શ્રીમંત બનતા નથી.
  • જે વ્યક્તિ વિધવા સ્ત્રી પર ખરાબ નજર રાખે છે, તેમને આ સમાજમાં રહેવાનો અધિકાર નથી. તેને બધી જ્ગ્યાએ નિષ્ફળતા મળે છે. જીવનમાં તેની પાસે મિત્રો અને પૈસાની કમી રહે છે. તેથી, કોઈપણ વિધવા સ્ત્રીને ગંદી નજરથી ન જુઓ.

Post a Comment

0 Comments