પ્રેમમાં 3 વાર દગો મળ્યા પછી હાલમાં પણ છે કુંવારી, ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી તબ્બુની લાઈફ વાંચો

 • અભિનેત્રી તબસ્સુમ ફાતિમા હાશ્મી એટલે કે તબ્બુએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. 90 ના દાયકામાં તબ્બુને બોલિવૂડમાં વિશેષ માન્યતા મળી અને આ દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. તબુનો જન્મ 4 નવેમ્બર 1971 ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તે મુસ્લિમ પરિવારના છે. તે શબાના આઝમીની ભત્રીજી અને ફરાહ નાઝની બહેન છે.
 • નાનપણથી કરી રહી છે જ ફિલ્મોમાં કામ
 • તબ્બુએ નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1980 માં કરી હતી અને ફિલ્મ 'બાજાર' માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મમાં તેની ભૂમિકા બહુ મોટી નહોતી. આ પછી તબ્બુ ફિલ્મ 'હમ નૌજવાન' માં જોવા મળી હતી. જેમાં તે દેવાનંદની પુત્રી બની હતી. આ ફિલ્મ દરમિયાન તબ્બુની ઉમર 14 વર્ષ હતી. તબ્બુના પાત્રને આ ફિલ્મમાં સારી રીતે પસંદ કરવામાં આવ્યું અને ધીરે ધીરે તેને બોલિવૂડમાં ઓળખ મળવા લાગી.
 • મુખ્ય અભિનેત્રી તરીકે તેણે 'પેહલા પેહલા પ્યાર' ફિલ્મમાં કામ કર્યું હતું. આ પછી તેણે ઘણી ફિલ્મો કરી. ફિલ્મ 'માચીસ' માં તબ્બુના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તબ્બુએ 'કાલાપાની', 'અસ્તિત્વ', 'ચાંદની બાર', 'મકબુલ' અને 'હૈદર' જેવી ઘણી તેજસ્વી ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણા એવોર્ડ જીત્યા. જો કે, આટલી સફળ હોવા છતાં, 49 વર્ષિય તબ્બુ સંપૂર્ણપણે એકલી છે. તબ્બુએ ઘણા હિરોને ડેટ કરી હતી. પરંતુ પ્રેમમાં તેમનું ભાગ્ય સારું ન નિકળ્યું.
 • તબ્બુએ ફિલ્મોમાં કામ કરતી વખતે અભિનેતા સંજય કપૂરને ડેટ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ થોડા સમય પછી, તે બંને છૂટા થઈ ગયા. સંજય કપૂર સાથેના બ્રેકઅપ પછી તબ્બુએ તેનું બધુજ ધ્યાન પોતાના કરિયર પર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તે જ સમયે, સાજીદ નડિયાદવાલા તેમના જીવનમાં આવ્યા. તબ્બુ ડિરેક્ટર / નિર્માતા સાજિદ નડિયાદવાલાના પ્રેમમાં પડ્યાં અને બંનેએ એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો.
 • કહેવાય છે કે આ બંનેનું અફેર તે સમયે શરૂ થયું હતું. જ્યારે સાજીદની પત્ની દિવ્યા ભારતીનું અવસાન થયું હતું. દિવ્યા ભારતીના મૃત્યુથી ઉભરતાં તબ્બુએ સાજીદને ઘણી મદદ કરી અને આ દરમિયાન તે બંને નજીક આવી ગયા હતા. પરંતુ થોડા સમય પછી સાજીદ અને તબ્બુએ એકબીજાથી અંતર બનાવી લીધું હતું.
 • તબ્બુએ 10 વર્ષ સાઉથ સ્ટાર નાગાર્જુનને ડેટ કર્યા હતા. જો કે, જ્યારે આ બંને રિલેશનશિપમાં હતાં, તે સમયે નાગાર્જુન પરણિત હતાં. પરંતુ આ હોવા છતાં, તબ્બુ હિંમત કરીને નાગાર્જુન સાથે પ્રેમમાં પડી હતી અને 10 વર્ષથી વધુ સમય તેનું અફેર ચાલ્યું. તબ્બુએ વિચાર્યું કે નાગાર્જુન કદાચ તેની પત્નીને છોડીને તેની સાથે લગ્ન કરશે. પરંતુ નાગાર્જુન તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમણે તેના લગ્ન કાયમ રાખવાનું નક્કી કર્યું હતું. જેના કારણે તબ્બુ પાછળ હટી ગઈ. તબ્બુ સમજી ગઇ કે નાગાર્જુન તેની સાથે લગ્ન નથી કરવાના. આ રીતે, તબ્બુ ત્રીજી વાર પ્રેમમાં નિષ્ફળ ગઇ.
 • જે દરમિયાન તબ્બુની લવ લાઈફ ખરાબ ચાલી રહી હતી. તે સમયે તેની ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. તબ્બુએ અજય દેવગન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આ ફિલ્મો હિટ રહી હતી. અજય દેવગન અને તબ્બુ એક બીજાના ઘણા સારા મિત્રો છે.
 • તબ્બુએ એક ઈંટરવ્યૂમાં પણ ખુલાસો કર્યો હતો કે અજય દેવગનને કારણે તેના લગ્ન ન થઈ શક્યા. ખરેખર અજય દેવગન તબ્બુને પહેલાથી ઓળખતા હતા અને તે એક જ પાડોશમાં રહેતા હતા. તબ્બુના કહેવા મુજબ જ્યારે પણ કોઈ છોકરો તેને હેરાન કરતો ત્યારે અજય દેવગન તેને ધમકાવતા હતા. તબ્બુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું અને અજય એક બીજાને 25 વર્ષથી ઓળખીએ છીએ. ખરેખર અજય મારો કજિન અને સમીર આર્યનો પાડોશી અને નજીકના મિત્ર હતા. આ બંને મારી ઉપર નજર રાખતા હતા. જ્યારે કોઈ છોકરો મારી સાથે વાત કરે તો ત્યારે આ બંને તેને મારતા હતા. જેના કારણે હું સિંગલ રહી ગઈ. તે બંને મોટા ગુંડા હતા.
 • એક ઇન્ટરવ્યુમાં તબ્બુએ એમ પણ કહ્યું હતું કે અજય હવે ઇચ્છે છે કે હું લગ્ન કરી લવ. હમેશા હું અજયને કહું છું કે મારા માટે છોકરો શોધો. પરંતુ આ એક મજાક છે, તે આજે પણ ખૂબ રક્ષણાત્મક છે. બધા કલાકારોમાંથી, અજય માત્ર મારા માટે મહત્વના છે.
 • બાળક માટે લગ્ન નથી જરૂરી
 • અલબત્ત તબ્બુ પરણિત નથી. પરંતુ તે માતા બનવાનું સપનું જુએ છે. તબ્બુના મતે, દરેક સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે. પછી ભલે તે પરિણીત છે કે નહીં. તબ્બુએ કહ્યું હતું કે જો હું લગ્ન વિના બાળકો ઇચ્છું છું, તો મને આવું કરવાથી કોઈ રોકી શકે નહીં.

Post a Comment

0 Comments