પ્રખ્યાત કથાકાર જયા કિશોરીજીની જુઓ તેના બાળપણની ન જોયેલી તસ્વીરો

  • જયા કિશોરી કથાકાર અને પ્રખ્યાત ભજન ગાયિકા છે અને લાખો લોકો તેને ફોલો કરે છે. આ કથા સંભડાવીને લોકોને ઘણા પ્રકારના સંદેશા આપે છે. જયા કિશોરીએ નાની ઉંમરે અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હતો. આજે તે ભારત ઉપરાંત વિદેશમાં પણ જાણીતી છે. લોકોને તેમની કથાઓ સાંભળવી ખૂબ ગમે છે.
  • લોકોને જયા કિશોરી પર ખૂબ આસ્થા છે. જયા કિશોરી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.
  • તેણે તાજેતરમાં જ લોકો સાથે તેમના બાળપણની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે તેના પિતા સાથે હતી.
  • જયા કિશોરીનો જન્મ રાજસ્થાન રાજ્યમાં થયો હતો. તેમનો પરિવાર ખૂબ આધ્યાત્મિક છે અને તેમના પરિવારની જેમ, તેમણે પણ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે.
  • જયા કિશોરી બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને મોટા ભાગે તે નારાયણ સેવા સંસ્થાવાળાના બાળકો સાથે જ રહે છે.
  • એટલું જ નહીં, તે આ સંસ્થાને પૈસાનું દાન પણ કરે છે. જયા કિશોરી કમાય છે તેમાંથી મોટાભાગનું લોકોને મદદ કરવા માટે દાન આપી દે છે.
  • નાની ઉંમરે જયા કિશોરીએ પ્રવચનો આપવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ 9 વર્ષની ઉંમરે શિવ તાંડવ સ્તોત્ર, રામાષ્ટકમ વગેરે પાઠ શીખ્યા.
  • જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે તેણે કૃષ્ણ ભક્તિ ગીતો પણ ગાવાનું શરૂ કરી દીધું હતું.
  • જયા કિશોરીના જણાવ્યા અનુસાર, તે પોતાનું જીવન સામાન્ય મહિલાની જેમ જીવવા માંગે છે અને લગ્ન કરવા માંગે છે. જયા કિશોરીનું પણ સપનું છે કે પોતાનું ઘર વશે અને તેમના બાળકો થાય.
  • લગ્ન વિશે એકવાર જયા કિશોરીએ કહ્યું હતું કે આજના સમયમાં વ્યક્તિ લગ્નનો નિર્ણય તરત જ લે છે, પરંતુ તેમનો સંબંધ લાંબો ટકાવી શકતો નથી. લગ્ન પછીના કેટલાક દિવસો પછી સંબંધ તૂટી જાય છે. આનું મુખ્ય કારણ એકબીજાને યોગ્ય રીતે ન સમજવું છે. જયા કિશોરીના જણાવ્યા મુજબ લગ્ન કરવાનો નિર્ણય દિલની સાથે-સાથે મનથી પણ લેવો જોઈએ. કારણ કે લગ્ન થોડા દિવસો સુધી મળવું નથી હોતું. લગ્ન એટલે કે આપણે આખી જિંદગી માટે એક સાથે એક રૂમમાં રહેવું છે.
  • ફક્ત ત્યારે જ લગ્ન કરો જ્યારે તમે તમારા જીવનસાથીના સ્વભાવને સંપૂર્ણ રીતે અપનાવી શકો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. જ્યારે પણ આપણે કોઈને પહેલી વાર મળીએ ત્યારે તમને તેના બધી ચીજો ગમતી હોય છે. તેથી તે મહત્વનું છે કે તમે સામેવાળાનો સ્વભાવ સમજો. માત્ર સારું જોઈને જ લગ્ન ન કરો.

Post a Comment

0 Comments