સલમાન માટે બિગ બોસમાં બન્યું છે એક અલગ ઘર, તસવીરોમાં દેખાયો મહેલ જેવો નજારો જુવો

  • સલમાન ખાન નો શો બિગ બોસ 14 હાલમાં કોઈ ખાસ કમાલ બતાવી રહ્યો નથી. ગત સીઝનની તુલનામાં આ સીઝન ખૂબ જ ખરાબ રીતે પ્રદર્શન કરી રહી છે. શોની ટીઆરપી રેટિંગ ટોપ 5 માં પણ આવી રહી નથી. સલમાન છેલ્લા 11 વર્ષથી બિગ બોસને હોસ્ટ કરી રહ્યાં છે. દર વર્ષે બિગ બોસ એક અલગ થીમ પર બેસ્ડ હોય છે. આ થીમ મુજબ બિગ બોસનું ઘર ડિઝાઈન કરવામાં આવે છે.
  • બિગ બોસમાં કંટેસ્ટેંટ ઉપરાંત સલમાન ખાનની માટે પણ એક અલગ ઘર ડિઝાઈન હોય છે. આ ઘરે બેસીને સલમાન તમામ કંટેસ્ટેંટ પર નજર રાખે છે. આ વર્ષે પણ સલમાન માટે એક અલગ ઘર બનાવવામાં આવ્યું છે. હવે આ ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
  • સલમાન જ્યારે પણ બિગ બોસ માટે શૂટ કરે છે ત્યારે તે આ ઘરમાં જ રહે છે. ત્યાં જ તેઓ બિગ બોસને લગતી મીટિંગો પણ કરે છે. અહીં તેઓ શૂટિંગ સાથે સંકળાયેલા લોકોને પણ મળે છે. આટલું જ નહીં શૂટિંગ સમયે સલમાનના આ જ ઘરમાં ખાવાનું પણ બનાવવામાં આવે છે.
  • આ વખતે બિગ બોસનું શૂટિંગ મુંબઈના ગોરેગાંવ ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે. સલમાનનું આ ઘર બિગ બોસ સ્ટેજની બાજુમાં છે. અહી જ સલમાન દર અઠવાડિયે વિકેન્ડનો એપિસોડ શૂટ કરે છે.
  • સલમાનનું આ ઘર ઓમંગ કુમારે ડિઝાઇન કર્યું છે. તેમણે ખાસ કરીને સલમાન માટે આ ઘરને મેક્સીકન ફીલ વાળું લૂક આપ્યો છે.
  • સલમાનના આ મકાનમાં એક લિવિંગ રૂમ અને એક બેડરૂમ છે. આ સિવાય તેમાં સલમાન માટે એક ખાનગી જીમ પણ છે. કેટલીકવાર સલમાન કેમેરામાં આવતા પહેલાં જીમમાં વર્કઆઉટ કરે છે.
  • આ ઘરના લિવિંગ રૂમમાં સલમાન ખાનનું નામ પણ મોટા મોટા અક્ષરોમાં લખાયેલું છે. એટલું જ નહીં, તેની અંદર એક મોટા સોફા અને મોટી ટીવી પણ છે. ઘરની અંદર સલમાનને જરૂરી બધી જ વસ્તુઓ રાખવામાં આવી છે.
  • જણાવી દઈએ કે આ કોરોના કાળમાં સલમાન માટે બિગ બોસનું શૂટ કરવું એટલું સરળ નહોતું. શૂટિંગ પહેલા તેમણે કહ્યું હતું કે આ મહામારી દરમિયાન સેટ પર આવવાનો ડર લાગે છે. તેમના ડરનું કારણ ઘરની નાની છોકરી (બહેન અર્પિતાની પુત્રી અયાત) અને વૃદ્ધ માતાપિતા અને હેલેન આન્ટી છે.

Post a Comment

0 Comments