ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાથી દુખદ અવસાન

  • ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ મહાન કલાકારનું અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત અત્યંત નાજુક હતી. તેઓને સતત વેન્ટિલેટર ઉપર રાખવામા આવ્યા હતા. નરેશ કનોડિયા ની દુખભરી વિદાય ગુજરાતી ફિલ્મ જગત માટે મોટા ફટકા જનક સમાચાર છે. છેલ્લા 2 દિવસમાં જ ગુજરાતે બે દિગ્ગજ ગુજરાતી ફિલ્મ કલાકારોને ગુમાવ્યા છે. તારીખ 25 ને રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું પણ કોરોનાથી નિધન થયું હતું. ત્યારે ખુબ જ ટૂંકા ગાળામાં બન્ને કનોડિયા ભાઈઓએ દુનિયાને અલવિદા કહ્યું છે.
  • આપને જણાવી દઈએ કે 20 ઓક્ટોબરને ગુરુવારના રોજ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેમને સારવાર માટે અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેની માહિતી તેમના પુત્ર હિતું કનોડિયા એ ટ્વિટરના મધ્યમથી આપી હતી અને તેની હોસ્પિટલની એક તસવીર પણ જાહેર કરી હતી જે ખૂબ વાઇરલ થઈ હતી.
  • તેમના પરિવાર અને ફિલ્મી કરિયરની જો વાત કરવામાં આવે તો તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનાં કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારોમાંના એક રહ્યા છે. તેમણે 125 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અને તેમણે અનેક ગુજરાતી સફળ ફિલ્મો આપી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર હિતું કનોડિયા છે. હિતું કનોડિયા પણ ગુજરાતી ફીલ્મોના મહાન કલાકાર છે. અને હાલમાં ઇડર ના ધારાસભ્ય છે. અને પિતા નરેશ કનોડિયા પૂર્વ ધારાસભ્ય રહી ચૂકયા છે.
  • નરેશ કનોડિયાનું 83 વર્ષની વયે અવસાન થયું છે. ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાના કોરોનાથી દુખદ અવસાન થતાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ શોકની લાગણી વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલી આપી છે. ગુજરાતી ફિલ્મના કલાકારો અને રાજનેતાઓ પણ ગુજરાતનાં આ દિગ્ગજ કલાકાર ને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.

Post a Comment

0 Comments