46 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે રવિના, બાંદ્રામાં છે વૈભવી મહેલ જુઓ તસવીરો

  • 90 ના દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ રવિના ટંડન આજે તેમનો 46 મો જન્મદિવસ સેલીબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 26 ઓક્ટોબર 1974 માં મુંબઇમાં થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી અને ત્યારબાદ ફિલ્મોમાં પોતાનું કામ શરૂ કર્યું. સલમાન ખાન સ્ટારર ફિલ્મ પથ્થર ફૂલથી તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી, ત્યારબાદ રવિના ટંડન તેમના કરિયરમાં ક્યારેય પાછું જોયું નથી. તેમણે બોલિવૂડમાં મોહરા, દિલવાલે, અંદાઝ અપના અપના જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. આજે અમે આ લેખમાં તેમના કરિયરની નહીં પરંતુ તેમના બંગલા વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું…
  • સૌ પ્રથમ રવિના ટંડનના અંગત જીવન વિશે વાત કરી તો તેઓ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેમનું નામ અજય દેવગનથી માંડીને અક્ષય કુમાર સુધીના ઘણા અભિનેતાઓ સાથે સંકળાયેલું હતું. જોકે રવિનાએ વર્ષ 2004 માં મુંબઈ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થદાની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે રવિનાએ બે દીકરીઓ દત્તક લીધી છે, જેમનું નામ છાયા અને પૂજા છે.
  • જાણો રવિના ટંડનના સુંદર બંગલાની એક એક વિશેષતા…
  • એક્ટ્રેસ તેમના બંને બાળકો અને પતિ સાથે મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ત્રણ માળની બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગનું નામ નીલયા છે, જે દરિયાની ખૂબ નજીક છે અને એકદમ સુંદર છે. જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સના સુંદર ઘરની વાત આવે છે ત્યારે નીલયાને પણ મિશાલ જણાવવામાં આવે છે. રવિનાએ પોતાના આ ઘરને ખૂબ જ સરસ રીતે શણગારેલું છે. કાળા પત્થરો અને ઝાડથી ભરેલું હોવાને કારણે તે અન્ય ઘરોથી સંપૂર્ણપણે જુદું લાગે છે.
  • રવીનાના લિવિંગ રૂમની વાત કરીયે તો અહીં કુદરતી હવા અને કુદરતી પ્રકાશનો સ્રોત છે, જે આ ઘરને સંપૂર્ણ બનાવે છે. રવિનાએ તેમના સપનાના ઘર માટે સખત મહેનત કરી છે અને મોટાભાગની વસ્તુઓ પોતાના પસંદથી ખરીદી છે. આખા ઘરની અંદર વૂડ ફ્લોરિંગ છે, જે રવીનાના ઘરને સરસ લુક આપે છે.
  • એક્ટ્રેસએ તેમના ઘરની એક દિવાલને ખાસ રીતે શણગારેલી છે અને ઘરની દરેક સજાવટની વસ્તુ તેમણે જાતે ખરીદી છે. એવું કહેવામાં આવે છે કે રવિના જ્યારે પણ ક્યાંક બહાર જાય છે ત્યારે તે પોતાના માટે કોઈ ચીજવસ્તુઓ ન લાવે પરંતુ તેમના ઘરની સજાવટ માટે ચોક્કસપણે વસ્તુઓ લઈને આવે છે.
  • રવીના ટંડનના ઘરનું ફર્નિચર અને પડદાના રંગનું કોમ્બિનેશન પણ ખૂબ જ સુંદર અને જબરદસ્ત છે. રવિના ટંડન અને અનિલ થદાનીએ નેચર પાસે જઈને તેમના આખા ઘરની ડિઝાઇન કરી છે. એવું કહેવામાં આવે છે કે આ કપલને પ્રકૃતિ ખૂબ ગમે છે, તેથી તેમના ઘરે ઘણા બધાં ઝાડ છે. રવીનાનું ઘર પોતાના આર્ટિસ્ટની વિચારસરણી અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે.
  • જણાવી દઈએ કે આ બંગલામાં એક મંદિર પણ છે, જેમાં રવિના તેમના પરિવાર સાથે બેસીને પૂજા અર્ચના કરે છે. એવું કહેવામાં આવે છે કે બંગલામાં મંદિર રવિનાનું સૌથી વિશેષ સ્થળ છે અને આ મંદિર વાસ્તુ પ્રમાણે તૈયાર કરાયું છે. ઉપરાંત, સૂર્યની રોશની સીધી મંદિરની અંદર પણ પ્રવેશે છે.
  • રવીનાના ઘરના પ્રવેશદ્વાર પણ ખૂબ સુંદર છે. મુખ્ય દરવાજા પાસે રાખેલી ગણેશની મૂર્તિ તમામનું ધ્યાન આકર્ષિત કરે છે. તેમના ઘર વિશે રવિના ટંડને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે મારા બંગલામાં ફ્યુઝન જોઈએ છે, કારણ કે મને કેરળમાં બનાવેલા ઘરો ગમે છે અને હું ત્યાંથી જ પ્રેરણાં લઈને મારા ઘરની ડિઝાઈન તૈયાર કરું છું

Post a Comment

0 Comments