વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે 'તારક મેહતા'ની અંજલિ ભાભી, એક એપિસોડની લે છે આટલી રકમ જુવો તસ્વીરો

 • તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જેની લોકપ્રિયતા તમને ઘરે ઘરે જોવા મળશે. આ શો ઘણા સમયથી ચાલે છે. આ શોના મુખ્ય પાત્રો જેઠાલાલ અને દયાબેન લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે, શોની લોકપ્રિયતા એટલી વધારે છે કે શોમાં કામ કરતા બાકીના એક્ટર્સની લોકપ્રિયતા પણ કોઈ કરતાં ઓછી નથી. શોની અંદર ટીવી એક્ટ્રેસ નેહા મહેતા 'અંજલિ ભાભી'નું પાત્ર ભજવી રહી છે. આ શોમાં તે તારકની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. શોમાં અંજલિ ભાભી ભલે સરળ દેખાઈ પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે.
 • ન્યૂયોર્કમાં કરી ચૂકી છે ફિલ્મ મેકિંગનો કોર્સ
 • સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો નેહાએ થોડા સમય માટે અભિનય છોડી દીધો હતો. ખરેખર તે ન્યૂયોર્કમાં એક ફિલ્મ મેકિંગનો કોર્સ કરવા ગઈ હતી. જ્યારે તે ત્યાંથી પરત ફરી ત્યારે તેને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ મળ્યું. નેહા મૂળ ગુજરાતની રહેવાસી છે. તેણે પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને ડ્રામામાં ડિપ્લોમા પણ કર્યું છે.
 • થિયેટરથી છે પ્રેમ
 • નેહાને થિયેટર સાથે ખૂબ લગાવ છે. તે ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશતા પહેલા ઘણા વર્ષોથી ગુજરાતી થિયેટરનો ભાગ હતી. તે ભરતનાટ્યમને પણ સારી રીતે જાણે છે. તે ડાન્સમાં નિષ્ણાત છે. નેહાના પિતા લેખક છે. આ જ કારણ હતું કે અભિનયના ક્ષેત્રમાં આવવા માટે તેને ઘરના સભ્યોનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો.
 • કરિયર
 • નેહાએ તેના કરિયરની શરૂઆત 2001 ની સિરિયલ 'ડોલર બહુ' થી કરી હતી. આ પછી તેઓ દેશમે નિકલા હોંગા ચાંદ, આયુષ્માન, મમતા, ભાભી, શકુંતલા, દિલ સે દિ દુઆ સૌભાગ્યવતિભવ અને વાહ વાહ ક્યા બાત હૈ જેવી સિરિયલમાં જોવા મળી. જો કે તેણે ઘરે ઘરે ઓળખ સબ ટીવીના 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોથી મળી.
 • 'તારક મહેતા' શોની ફી
 • તારક મહેતા શોનો એપિસોડ કરવા નેહા લગભગ 35 થી 40 હજાર રૂપિયા લે છે. તે મહિનામાં 15 દિવસ શૂટ કરે છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે નેહાની કમાણી કેટલી હશે. એટલા પૈસા કમાવવાને કારણે તેમની લાઈફ સ્ટાઈલ પણ ખૂબજ વૈભવી છે. તેની પાસે ઓડીથી બીએમડબ્લ્યુ સુધીની ઘણી મોંઘી કાર છે.
 • વાસ્તવિક જીવનમાં છે બોલ્ડ
 • નેહા તમને તારક મેહતા શોમાં ભલે સરળ દેખાઈ છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ બોલ્ડ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે તેની લેટેસ્ટ તસવીરો ફેંસ સાથે શેર કરતી રહે છે.

Post a Comment

0 Comments