આ છે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રીઓ, કરોડોની માલકીન છે 5 નંબરની એક્ટ્રેસ

 • આજના સમયમાં ટીવી અભિનેત્રીઓ બોલિવૂડની એક્ટ્રેસથી ઓછી નથી. લોકપ્રિયતા અથવા પૈસા કમાવાની વાત કરો, તો ટીવી એક્ટ્રેસ દરેક ક્ષેત્રમાં આગળ છે. આજે ટીવી અભિનેત્રીઓના બોલિવૂડ અભિનેત્રીઓ કરતાં વધુ ફોલોવર્સ છે, અને આ સંભવ છે કારણ કે ટીવી મનોરંજનનું એક સાધન છે જે લગભગ તમામ ઘરોમાં હોય છે અને ભારતમાં મોટી સંખ્યામાં મહિલાઓ ટીવી સિરિયલો જુએ છે. તમને જણાવી દઇએ કે, જ્યારે બોલિવૂડની મોટી અભિનેત્રીઓ કોઈ ફિલ્મ કરવા માટે કરોડો રૂપિયા વસૂલે છે, ત્યારે એક મોટી અને જાણીતી ટીવી અભિનેત્રી સીરિયલમાં કામ કરીને પણ એપિસોડ દીઠ લાખોની કમાણી કરે છે. આજની આ પોસ્ટમાં, અમે તમને ટીવી ઈન્ડસ્ટ્રીની 5 સૌથી ધનિક અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.
 • જેનિફર વિંગેટ
 • જેનિફર વિંગેટ નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી સુપરહિટ સીરીયલ કરી છે. તે દેખાવમાં એટલી સુંદર છે કે બોલિવૂડની સૌથી મોટી એક્ટ્રેસ પણ તેની સુંદરતા સામે નિષ્ફળ છે. તાજેતરમાં જ બંધ થયેલો તેમનો શો 'બેહદ' ખૂબ જ સફળ રહ્યો હતો અને હવે નિર્માતાઓ જલ્દીથી 'બેહદ 2' સાથે આવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેનિફર ટીવીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે. એક રિપોર્ટ અનુસાર, જેનિફર 20 કરોડની માલકીન છે.
 • સનાયા ઈરાની
 • સનાયા ઈરાની પ્રખ્યાત ટીવી સીરિયલ 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂ'માં જોવા મળી છે. આમાં તેણે ખુશીની ભૂમિકા ભજવી હતી. સનાયાનું નામ પણ ટીવીની તે અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે, જેઓ ખૂબ કમાણી કરે છે. સનાયાએ ઘણા ડાન્સ શોમાં પણ ભાગ લીધો છે. સનાયાની કુલ સંપત્તિ 21 કરોડ છે.
 • દ્રષ્ટિ ધામિ
 • 'મધુબાલા' સિરીયલદ્વારા ઓળખ બનાવનાર દ્રષ્ટિ ધામી,તે આજે ઘર ઘરમાં એક જાણીતું નામ છે. દ્રષ્ટિનું નામ આજે ટીવીની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ કમાણી કરનારી તે અભિનેત્રીઓમાં શામેલ થાય છે. ભલે તે આજકાલ ટીવીથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેંસ માટે તેના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેમની કુલ સંપત્તિ આશરે 25 કરોડ છે.
 • હિના ખાન
 • બિગ બોસ 9 ની રનર અપ રહેનારી હિના ખાન પણ નાના પડદે એક મોટું નામ છે. હિના ખાનને સ્ટાર પ્લસ પરની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' થી લોકપ્રિયતા મળી. આ સીરીયલ બાદ તે દરેક ઘર ઘરમાં અક્ષરા તરીકે જાણીતી થઈ. હિનાએ તાજેતરમાં જ શરૂ થયેલા શો કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેની આગામી ફિલ્મ 'લાઇન્સ'ને કારણે તેણે આ શો છોડી દીધો હતો. તાજેતરમાં જ હિનાએ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો. પ્રોપર્ટીની વાત કરીએ તો હિનાની સંપત્તિ લગભગ 34 કરોડ છે.
 • દિવ્યાંકા ત્રિપાઠી
 • ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાં દિવ્યાંકા ત્રિપાઠીનું નામ શામેલ છે. હાલમાં તે સ્ટાર પ્લસ શો 'યે હૈ મોહબ્બતે'માં ઇશિતા ભલ્લાની ભૂમિકા નિભાવી રહી છે. આજે તેની ફેન ફોલોવિંગ કોઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રીથી ઓછી નથી. દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના કરિયરની શરૂઆત સીરીયલ 'બનૂં મેં તેરી દુલ્હન' થી કરી હતી. દિવ્યાંકા એ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને તેણે ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે. રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાંકા પાસે લગભગ 50 કરોડની સંપત્તિ છે.

Post a Comment

0 Comments