49 વર્ષમાં ખૂબ બદલાઈ ગઈ હેમા માલિની, જુવો પહેલાથી લઈને આજ સુધીની તસ્વીરો

  • હેમા માલિનીની જિંદગી જેટલી સ્ક્રીન પર રસપ્રદ રહી છે તેનાથી અનેક ગણી વધુ વાસ્તવિક જીવનમાં રહી છે. હા, હેમા માલિનીની અંગત જિંદગીમાં ઘણીવાર ઉતાર-ચઢાવ જોવા મળતા હતા. 49 વર્ષના સફરમાં, તેણે ઘણી સફળતા પ્રાપ્ત કરી, તો તે કેટલાક લક્ષ્યો પ્રાપ્ત ન પણ કરી શકી. આવી સ્થિતિમાં, આજે અમે તમને તેની કેટલીક જૂની ફોટોગ્રાફ્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેને જોઇને તમે તેને ભાગ્યે જ ઓળખી શકસો. એટલું જ નહીં, તેઓ પહેલા કરતા ઘણા વધારે બદલાય ગયા છે.
  • હેમા માલિનીને વર્ષ 1968 ની ફિલ્મ સપનો કે દાગરથી પહેલી ઓળખ મળી. આ ફિલ્મ પછી, તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં, પરંતુ હંમેશાં એક પછી એક ફિલ્મો કરતી રહી. હવે હેમા માલિની ફિલ્મોથી દૂર છે, પરંતુ હવે તેણે રાજકારણમાં પોતાનું કરિયર અજમાવ્યું છે, જે એકદમ સુવર્ણ રહ્યું છે. હેમા માલિની બીજી વખત મથુરાથી સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે, તેથી તેમનું રાજકીય કરિયર પણ હિટ ગણી શકાય. જણાવી દઈએ કે 2014 અને 2019માં તેમણે ભાજપ ટિકિટથી ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી.
  • વર્ષે વર્ષે બદલાતી ગઈ હેમા માલિની
  • હેમા માલિનીની પહેલી ફિલ્મની તસવીરો જોઈને લાગે છે કે તે હવે પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. દર વર્ષે તેમના રંગ દેખાવમાં મોટો ફેરફાર થતો રહે છે. એટલું જ નહીં, તેની સ્ટાઈલ પણ દર વર્ષે બદલાતી રહે છે. આ તસવીરોમાં તમે હેમા માલિનીનો બદલાતો દેખાવ જોઈ શકો છો. હવે હેમા માલિની ખૂબ જ અલગ દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તેમની પ્રથમ અને હવેની તસવીરો એક સાથે જોવામાં આવે, તો ઓળખવું મુશ્કેલ બને છે.
  • મહાન ડાન્સર પણ છે હેમા માલિની
  • કેટલાક લોકો હેમા માલિનીને ફક્ત એક અભિનેત્રી તરીકે જ ઓળખે છે, પરંતુ તેના વિશેની સત્યતા એ છે કે તે એક મહાન ડાન્સર પણ છે, જેમણે ફિલ્મોમાં પણ ખૂબ ડાન્સ કર્યો છે. આ સિવાય તે ટ્રેડિશનલ ડાન્સિંગ શોમાં પણ ભાગ લેતી રહે છે. તાજેતરમાં જ તેમનો દુર્ગા અવતાર સામે આવ્યો હતો, જેમાં તેણે પરંપરાગત નૃત્ય કર્યું હતું. તેના ફેંસને તે નૃત્ય ખૂબ ગમ્યું. મતલબ કે હેમા માલિનીમાં એક નહીં, પણ ઘણા ગુણો છે, જેના કારણે તે ડ્રીમ ગર્લ તરીકે ઓળખાય છે.
  • અભિનેત્રીથી નેતા સુધીનો સફર
  • ફિલ્મોમાં નામ ખ્યાતિ મેળવ્યા પછી હેમા માલિનીએ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. રાજકારણમાં, તેઓ ભાજપમાં જોડાયા, ત્યારબાદ બીજેપીએ તેમના પર ભરોશો કરીને ઉત્તર પ્રદેશની મથુરા બેઠક આપી, જેમાં તેમણે સતત બે વાર સારું પ્રદર્શન કર્યું. બંને વાર હેમા માલિની ભારે મતથી જીતી હતી. જો કે, આ સમય દરમિયાન તેણે અનેક વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેની સફળતા પછી, દરેકના ચહેરા પર તાળુ લાગી ગયું હતું.


Post a Comment

0 Comments