બિગ બોસ 14: સૌથી વધુ છે 'છોટી બહુ' રુબીનાની ફી, અન્ય ક્ંટેસ્ટેંટને મળે છે આટલા રૂપિયા

 • ત્રણ અઠવાડિયા પહેલા'બિગ બોસ'ની સીઝન 14ની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝન શરૂ થતાં જ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. જો કે, એમ કહેવું ખોટું નહીં થાય કે આ દિવસોમાં આખા દેશમાં 'બિગ બોસ 14' ખૂબ જ લોકપ્રિય છે. જો કેટલાક લોકો આ શો પંસદ આવી રહ્યો છે તો કેટલાક લોકો આ શો બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે.
 • આ વખતે શોમાં એજાઝ ખાન, પવિત્ત્રા પુનિયા, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય, રૂબીના દિલાયક, જૈસ્મિન ભસીન જેવા જાણીતા ચહેરાઓ જોવા મળ્યા છે. જ્યાં, કેટલાક લોકો માને છે કે 'બિગ બોસ' હવે એક એડલ્ટ શો બની ગયો છે, જેને પરિવારના સભ્યો સાથે બેસીને ન જોઈ શકાય, આવી સ્થિતિમાં, તેઓ આ શો ને બંધ કરવાની માંગ કરી રહ્યા છે.
 • જો જોવામાં આવે તો 'બિગ બોસ'ની દરેક સીઝન ચોક્કસ કોઈને કોઈ કારણસર ચર્ચામાં જરૂર રહે છે. કેટલાક લોકો ભલે આ શોને ના પસંદ કરે છે, પરંતુ આ વાતમાં કોઈ બે અભિપ્રાય નથી કે આ શો કરતાં વધુ મસાલા અન્ય કોઈ શોમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 'બિગ બોસ'ના ઘરમાં રહેવા વાળા સેલિબ્રિટિઓ ફીના નામે મોટી રકમ વસૂલ કરે છે. એવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને 'બિગ 14' ના ક્ંટેસ્ટેંટની ફી જણાવવા જઈ રહ્યા છીએ.
 • જો કે, તે પહેલાં,જણાવી દઈએ કે ઘરમાંથી સિનિયર્સની વિદાય થઈ ગયી છે. ઘરમાં રહેવા માટે સિનિયર્સ હિના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લાને ક્ંટેસ્ટેંટ કરતા વધારે ફી આપવામાં આવે છે. સિનિયર્સમાં સૌથી વધુ ફી સિદ્ધાર્થ શુક્લાની કહેવામાં આવી રહી હતી. ત્યાં જ, શહેઝાદ દેઓલ ઘરના સૌથી ઓછી ફી મેળવનારા ક્ંટેસ્ટેંટ છે, જો કે તેઓ હવે ઘરથી બહાર છે. શહેઝાદ સિવાય પંજાબની સિંગર સારા ગુરપાલ પણ ઘરેથી એવિક્ટ બની છે. તો ચાલો જાણીએ કે ઘરમાં જોવા મળતા સિનિયર્સ અને ગેમ રમતા ક્ંટેસ્ટેંટની ફી શું છે.
 • ક્ંટેસ્ટેંટ
 • જાન કુમાર સાનુ
 • જાન કુમાર સાનુ બોલિવૂડના જાણીતા ગાયક કુમાર સાનુના પુત્ર છે, જેની ફી દર અઠવાડિયે 80 હજાર રૂપિયા છે.
 • રાહુલ વૈદ્ય
 • ઇંડિયન આઇડલના લોકપ્રિય ક્ંટેસ્ટેંટ અને ગાયક રાહુલ વૈદ્યને દર અઠવાડિયે 1 લાખ રૂપિયા ફી આપવામાં આવે છે.
 • નિક્કી તંબોલી
 • નિક્કી તંબોલીને ઘરે રહેવા માટે દર અઠવાડિયે 1.2 લાખની ફી મળી રહી છે.
 • અભિનવ શુક્લા
 • ટીવી એક્ટર અભિનવ શુક્લાને દર અઠવાડિયે ફી 1.5 લાખ રૂપિયા મળી રહી છે.
 • પવિત્ર પુનીયા
 • ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયાની ફી 1.5 લાખ રૂપિયા છે.
 • ઇજાઝ ખાન
 • એજાઝ ખાન એક પ્રખ્યાત ટીવી એક્ટર છે જેમને શો પર રહેવા માટે દર અઠવાડિયે 1.8 લાખ રૂપિયા મળી રહે છે.
 • નિશાંત સિંહ મલકાની
 • ટીવી એક્ટર નિશાંતસિંહ મલકાણીની ફી દર અઠવાડિયે 2 લાખ રૂપિયા છે.
 • સારા ગુરપાલ
 • સારા ગુરપાલ, જે હવે શોમાંથી બહાર થઈ ચૂકી છે, તેને 2 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી હતી.
 • જૈસ્મિન ભસીન
 • ટીવીની પોપ્લુયર અકટ્રેસ જાસ્મિન ભસીનને શોમાં ભાગ લેવા માટે દર અઠવાડિયે 3 લાખ રૂપિયાની મોટી રકમ મળી રહી છે.
 • રુબીના દિલાયક
 • સૌથી વધારે ફી ટીવીની 'છોટી બહુ' એટલે રુબીના દિલાયક લે છે. તેમની ફી દર અઠવાડિયે 5 લાખ રૂપિયા છે.
 • સિનિયર્સ ની ફી
 • ગૌહર ખાન
 • ગૌહર ખાનને શોમાં નજર આવવા માટે દર અઠવાડિયે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
 • હિના ખાન
 • જ્યાં, ટીવી એક્ટ્રેસ હિના ખાનને 25 લાખ રૂપિયા મળ્યા.
 • સિદ્ધાર્થ શુક્લા
 • સિનિયર્સમાં સિદ્ધાર્થ શુક્લાની ફી સૌથી વધુ હતી. તેમને દર અઠવાડિયે 32 લાખ રૂપિયા ફી આપવામાં આવી છે.

Post a Comment

0 Comments