શ્રુતિ હસને ખોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ પોલ, કહ્યું - હિરોઈનો સાથે કરવામાં આવે છે આવું...

  • આજે જો સામાન્ય લોકોને કહેવામાં આવે કે તમારી પુત્રી શું બનશે, તો પછી લોકો ડોકટરો, એન્જિનિયર અથવા શિક્ષકો બોલે છે, પરંતુ એમ કહેતા નથી કે તેમને એક્ટ્રેસ બનવું છે. આનું કારણ એ છે કે જો ફિલ્મોમાં કામ કરતી એક્ટ્રેસિસ પ્રતિભાશાળી નહીં હોય, તો તેઓને કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું પડશે. આ વિશે બોલિવૂડ અને એક્ટ્રેસ શ્રુતિ હસને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આખી પોલ ખોલી હતી, તેઓએ પોતે જ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં શું શું થાય છે?
  • શ્રુતિ હાસને ખોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ પોલ
  • બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન છેલ્લા ઘણા સમયથી બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું નથી, જોકે શ્રુતિએ માત્ર બોલિવૂડથી જ નહીં, પરંતુ સાઉથની ફિલ્મોમાંથી પણ બ્રેક લીધી છે. તાજેતરમાં જ શ્રુતિએ એનજીઓ આરપીજીને સપોર્ટ કર્યો હતો અને અહીં તેણે ન્યૂઝ 18 ચેનલ સાથે વાતચીત કરી હતી. તેમણે તેમના અંગત જીવનને કારણે એક વર્ષનો વિરામ લીધો છે. તે દરમિયાન તે તેના ઇન્ટરનેશનલ મ્યુઝિક આલ્બમ પર કામ કરી રહી છે અને આ ઉપરાંત, તે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ટીવી સીરિઝમાં પણ જોવા મળશે. ન્યૂઝ 19 ચેનલ સાથેની વાતચીત દરમિયાન શ્રુતિએ ઘણી વાતો કરી તેણે હિન્દી ફિલ્મોમાં પાછા ફરવાના પ્રશ્ને અંગે કહ્યું કે તેણે હજી સુધી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. શ્રુતિએ કહ્યું કે, 'મેં વિરામ લીધો છે, પરંતુ જલ્દીથી પાછી આવી શકું છું.' મહિલા એક્ટર્સને પુરુષ જેટલી સમાન ફીના પ્રશ્ન પર શ્રુતિ કહે છે કે તેમની સાથે પણ આવું બન્યું છે કે જ્યારે મેલ એક્ટર સામે તેમને ફી ઓછી મળી હતી. આની સામે તેણે અવાજ પણ ઉઠાવ્યો હતો.
  • શ્રુતિએ કહ્યું, 'ઘણાં પરિવર્તન થઈ રહ્યાં છે અને એવું નથી કે માત્ર બોલિવૂડમાં ફિમેલ એક્ટરને ઓછી ફી મળે છે. આવું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું થાય છે અને ત્યાં પણ, મેલ એક્ટરને ફિમેલ એક્ટર કરતા વધુ ફી મળે છે. સુધારણાની શરૂઆત તો છે જ, પરંતુ આવનારા સમયમાં મહિલાઓને પણ આ રીતે સમાન દરજ્જો મળી શકસે. ”મહિલાઓની સલામતી અંગે # મીટૂ અભિયાનના સવાલ પર, શ્રુતિ કહે છે કે પરીવર્તન તો આવ્યું છે તેની સાથે જ # મીટૂ ખુબજ સારા માટે થયું. અને પરિવર્તન ક્યારેય વાવાઝોડાની ગતિએ આવતું નથી, પરંતુ આ અભિયાન ખૂબ જ સારું હતું. તમને જણાવી દઈએ કે # મીટૂ અભિયાન દરમિયાન સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કેસો નોંધાયા હતા અને અહીંની એક્ટ્રેસિસ એ પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડ્યું હતું.

Post a Comment

0 Comments