ખૂબ જ અનોખું છે દેબીના-ગુરમીતની નાની દીકરીનું નામ, મા દુર્ગા સાથે છે કનેક્શન, ચાહકોને પણ આવ્યું પસંદ

  • ટીવી જગતની જાણીતી અભિનેત્રી દેબીના બેનર્જી અને અભિનેતા ગુરમીત ચૌધરી બે પુત્રીઓના માતા-પિતા બન્યા છે. 3 એપ્રિલ 2022 ના રોજ ગુરમીત અને દેબીનાને પ્રથમ પુત્રીનો જન્મ થયો જેનું નામ તેઓએ 'લિયાના' રાખ્યું. આ પછી 11 નવેમ્બર 2022 ના રોજ તે બીજી વખત માતાપિતા બન્યા અને બીજી વખત પણ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો. આવી સ્થિતિમાં દેબીના અને ગુરમીતે તેમની બીજી પુત્રીનું નામ પણ કહ્યું છે જેનો ખુલાસો તેમણે સોશિયલ મીડિયા દ્વારા કર્યો હતો. તો ચાલો જાણીએ ગુરમીત અને દેબીનાની બીજી દીકરીનું નામ શું છે?
  • આ છે દેબીના ગુરમીતની દીકરીનું નામ
  • આપને જણાવી દઈએ કે દેબીના અને ગુરમીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે. આ સિવાય બંને પોતાની દીકરીઓ સાથેની સુંદર પળોની તસવીરો પણ શેર કરે છે. તાજેતરમાં જ આ કપલે તેમની બીજી દીકરીનું નામ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યું હતું.
  • દેબીના અને ગુરમીત બીચ પર ગોળાકાર ફોટો ફ્રેમ જેવી ખુરશી પર બેઠેલા જોઈ શકાય છે અને તેમની પુત્રીને પણ તેમના હાથમાં પકડી રાખેલ છે. આ તસવીરની ઉપર જ દિવિશા લખેલુ છે. તસવીર શેર કરતાં દેબિનાએ કેપ્શનમાં લખ્યું કે અમારી મેજીકલ બાળકીનું નામ દિવિશા રાખવામાં આવ્યું છે. આ નામનો અર્થ થાય છે બધી દેવીઓના વડા એટલે કે દુર્ગા.
  • જ્યારે ચાહકોને આ નામની ખબર પડી તો તેમનામાં જબરદસ્ત ખુશી છવાઈ ગઈ અને બધાએ બંનેને અભિનંદન આપ્યા. એક યુઝરે કમેન્ટ કરી કે "દિવિશા ખૂબ નસીબદાર છે કે તમારા જેવા માતા-પિતા મળ્યા." એકે કહ્યું "ખૂબ સરસ નામ ભગવાન તેણીને હંમેશા આશીર્વાદ આપે." અન્ય એકે લખ્યું કે "તમારી દીકરી પહેલી દીકરી જેટલી જ ક્યૂટ હશે તેના ઉપર આવા ક્યૂટ નામે તેના વ્યક્તિત્વમાં ઉમેરો કર્યો છે."
  • લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે ગુરમીત અને દેબીના
  • તમને જણાવી દઈએ કે દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ ટીવી શો 'રામાયણ'માં સાથે કામ કર્યું હતું. આ શોમાં કામ કરતી વખતે બંને વચ્ચે નિકટતા વધી અને પછી વર્ષ 2011માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના લગભગ 11 વર્ષ બાદ બંને બે પુત્રીના માતા-પિતા બન્યા હતા. તમને જણાવી દઈએ કે દીકરીઓના જન્મ પછી દેબિના હાલમાં એક્ટિંગની દુનિયાથી દૂર છે જ્યારે ગુરમીત ચૌધરી ઘણી ટીવી સિરિયલ્સની સાથે-સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે.

Post a Comment

0 Comments