ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ પોતાના જ જન્મદિવસના દિવસે કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ, હવે ઘરે જલ્દી વાગશે શહેનાઈ

  • ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર અક્ષર પટેલ તેની જાદુઈ બોલિંગ માટે જાણીતો છે આજે તે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અક્ષર તેની રોમેન્ટિક લાઈફ માટે પણ ચાહકોમાં લોકપ્રિય છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડને બર્થડે પાર્ટીમાં પ્રપોઝ કર્યું હતું અને સગાઈ કરી હતી ખાસ વાત એ છે કે આ પાર્ટી તેના પોતાના જન્મદિવસની હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે.
  • ઓલરાઉન્ડર અક્ષર પટેલે ગયા વર્ષે તેનો 28મો જન્મદિવસ વધુ ખાસ બનાવ્યો હતો. અક્ષરે જન્મદિવસની ઉજવણી વચ્ચે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલને લગ્ન માટે રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું.
  • 20 2022ના રોજ અક્ષર પટેલનો 28મો જન્મદિવસ હતો અને આ દિવસે તેણે મેહા પટેલ સાથેની તેમની સગાઈની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જેમાં તે તેની મંગેતર મેહાને વીંટી પહેરાવતો જોવા મળ્યો હતો.
  • અક્ષર પટેલને ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. એવા અહેવાલો છે કે તે આ મહિને લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યો છે.
  • મેહા પટેલ ગુજરાતની રહેવાસી છે અને તે વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે. અક્ષર પટેલ અને મેહા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. મેહાને શ્વાન ખૂબ જ પસંદ છે તેની પાસે ગુચ્ચીનામનો કૂતરો પણ છે.
  • અક્ષર પટેલની મંગેતર મેહા પટેલ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે સખત કસરતની રૂટિન પણ અનુસરે છે. મેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 16 હજારથી વધુ ફોલોઅર્સ છે.
  • અક્ષર પટેલે 2014માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 49 વનડે અને 40 ટી20 મેચ રમી છે. અક્ષર પટેલ આ સમયે તેની શાનદાર રમતને કારણે ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો રહ્યો છે.

Post a Comment

0 Comments