વૈશ્વિક સ્તરે કામ કરી ચૂકેલા રોકીભાઈના પિતા જીવે છે સાદું જીવન, પ્રેરણાદાયી છે તેમની સ્ટોરી

  • રોકસ્ટાર યશ આ નામ સાંભળતા જ દરેક ફિલ્મપ્રેમીની જીભ પર એક જ નામ આવે છે તે છે રોકી ભાઈ KGF ચેપ્ટર વનથી ફેમસ થયેલા યશનું અસલી નામ છે નવીન કુમાર ગૌડા. આજે કન્નડ સિનેમાના સુપરસ્ટારનું નામ બોલીવુડના કલાકારોથી ઉપર છે.યશની કેટલીક મહત્વપૂર્ણ ફિલ્મો છે જેને યશને સુપરસ્ટાર બનાવી દીધો જેમાં થોડી ફિલ્મો જેવી કે રાજધાની, મિસ્ટર એન્ડ મિસિસ રામાચારી, કિરાકટ, ગુગલી, કેજીએફ ચેપ્ટર વન અને કેજીએફ ચેપ્ટર 2નો સમાવેશ થાય છે.
  • વર્ષ 2008 માં યશની કારકિર્દીની શરૂઆત ફિલ્મ મોગીના માંશુથી થઈ હતી જેમાં યશે તેની પત્ની સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ ખૂબ સફળ રહી અને આ માટે યશને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • યશના પિતાનું નામ અરુણ કુમાર છે જેઓ કર્ણાટકના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બેંગલુરુમાં BMTC ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ ડ્રાઈવર છે અને તેમની માતાનું નામ પુષ્પલતા છે જે એક ગૃહિણી છે. યશનું બાળપણ તેના માતા-પિતા સાથે મૈસૂરમાં વિત્યું હતું.
  • યશની વર્તમાન નેટવર્થ $8 મિલિયન એટલે કે લગભગ 60 કરોડ ભારતીય રૂપિયા છે. KGF ફિલ્મના પ્રથમ પ્રકરણમાં ભૂમિકા માટે યશે ફી તરીકે ₹15 કરોડ લીધા હતા અને ચેપ્ટર-2 માટે યશને ફી તરીકે ₹30 કરોડ આપવામાં આવ્યા હતા.
  • રોકસ્ટાર યશ પાસે કારનો પણ મોટો સંગ્રહ છે તેની માલિકીની મુખ્ય કાર મર્સિડીઝ GLC 250 COUPE છે જેની કિંમત INR 78 લાખ છે અને Mercedes Benz GLS 350D જેની કિંમત INR 85 લાખ છે. BMW 520D ની કિંમત 70 લાખ, રેન્જ રોવર EVOQUE કિંમત 80 લાખ, AUDI Q7 ની કિંમત 1 કરોડ અને છેલ્લી PAJERO SPORT કિંમત 40 લાખ છે.
  • 2 વર્ષ પહેલા વર્ષ 2021માં યશે બેંગલુરુમાં પોતાનું નવું આલીશાન ઘર ખરીદ્યું હતું અને 2021માં જ પરિવાર સાથે બેંગલુરુમાં નવા મકાનમાં શિફ્ટ થયો હતો.આ સુંદર બંગલાની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. યશનો એકમાત્ર બોડીગાર્ડ રામચંદ્ર રાજુ ઘણીવાર તેની સાથે જોવા મળે છે. KGF ચેપ્ટર 1 માં ગરુડની ભૂમિકા આપીને યશે તેના બોડીગાર્ડને પણ ખૂબ પ્રખ્યાત બનાવ્યો છે.

Post a Comment

0 Comments