નવા વર્ષમાં મુકેશ અંબાણીએ ફાઇનલ કરી મોટી ડીલ, 100 વર્ષ જૂની આ પ્રખ્યાત કંપનીમાં ખરીદ્યો હિસ્સો

  • મુકેશ અંબાણી દરરોજ ઝડપથી પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. વર્ષ 2022માં તેણે ઘણી મોટી ડીલ્સ ફાઈનલ કરી છે. હવે નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર મોટી ડીલ ફાઈનલ કરી દીધી છે.
  • મુકેશ અંબાણી દરરોજ ઝડપથી પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. વર્ષ 2022માં તેણે ઘણી મોટી ડીલ્સ ફાઈનલ કરી છે. હવે નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર મોટી ડીલ ફાઈનલ કરી છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) ગુજરાત સ્થિત કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસ ઉત્પાદક સોસિયો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ (SHBPL)માં 50 ટકા હિસ્સો ખરીદશે. રિલાયન્સ રિટેલે આ અંગે જાહેરાત કરી છે.
  • 100 વર્ષ જૂની છે કંપની
  • રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડ (RRVL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એક્વિઝિશન RCPLને તેના બેવરેજ પોર્ટફોલિયોને વધારવા માટે સક્ષમ બનાવશે. 100 વર્ષ જૂના પીણા બનાવતી કંપનીના વર્તમાન પ્રમોટર્સ હઝુરી પરિવારની પાસે SHBPLની બાકીની હીસ્સેદારી બની રહેશે.
  • કંપનીએ બહાર પાડ્યું નિવેદન
  • નિવેદન અનુસાર આ સંયુક્ત સાહસ સાથે રિલાયન્સ બેવરેજ સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત કરશે જેણે પહેલાથી જ આઇકોનિક બ્રાન્ડ કેમ્પાને હસ્તગત કરી છે. વધુમાં ફોર્મ્યુલેશનમાં સોશિયોની કુશળતાનો લાભ ગ્રાહકો માટે ઉત્પાદન પોર્ટફોલિયો અને અનન્ય મૂલ્ય પ્રસ્તાવ વિકસાવવા માટે લઈ શકાય છે.
  • પીણાંનો વ્યવસાય ચલાવે છે
  • રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એ એફએમસીજી યુનિટ છે અને દેશની અગ્રણી રિટેલ કંપની આરઆરવીએલની પેટાકંપની છે. અબ્બાસ અબ્દુલરહીમ હઝુરી દ્વારા વર્ષ 1923માં સ્થપાયેલી આ કંપની ફ્લેગશિપ બ્રાન્ડ 'સોસિયો' હેઠળ તેનો પીણાંનો વ્યવસાય ચલાવે છે.
  • કંપની પાસે 100 થી વધુ ફ્લેવર્સ છે
  • સોસિયો કાર્બોરેટેડ પીણાંનું ઉત્પાદન કરે છે. તે લગભગ 100 વર્ષ જુની ભારતીય બ્રાન્ડ જ્યુસ મેકર છે. કંપની ગુજરાતમાં Sosyo, Kashmira, Lemee, Ginlim, Runner, Opener, Hajoori Soda અને S'eau જેવી બ્રાન્ડ્સ સાથે નજીકથી કામ કરી રહી છે. હાલમાં કંપની પાસે 100 થી વધુ ફ્લેવર્સ છે જેના પર કંપની કામ કરી રહી છે. હાલમાં કંપની તેનો 50 ટકા હિસ્સો રિલાયન્સને વેચશે.

Post a Comment

0 Comments