નાના મુકેશ અંબાણીએ કર્યું ઈશા અંબાણીના જોડિયા બાળકોનું ભવ્ય સ્વાગત, લોકો બોલ્યા- આટલો બધો દેખાડો

  • દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી હાલમાં જ જોડિયા બાળકોની માતા બની છે. આવી સ્થિતિમાં તે પહેલીવાર અમેરિકાથી મુંબઈ પહોંચી જેના માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરો વાયરલ થતાં જ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે આ પાર્ટીને સુંદર ગણાવી તો કેટલાકે તેને માત્ર દેખાડો બતાવી.
  • સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે ઈશાના પુત્રોના વીડિયો
  • તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર સાથે સંબંધિત એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં અંબાણી અને આનંદ પીરામલનો આખો પરિવાર દેખાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ ઘણા મોટા પંડિતોને પણ અહીં બોલાવ્યા હતા.
  • આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવાર દ્વારા લગભગ 300 કિલો સોનું પણ દાન કરવામાં આવશે. આટલું જ નહીં બાળકોની સંભાળ રાખવા માટે 8 ટ્રેનની આયા પણ યુએસએથી મુંબઈ આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આયા બાળકો સાથે ભારતમાં જ રહેશે. ઈશા અંબાણી અને તેના ટ્વિન્સનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યરે સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
  • એક યુઝરે કોમેન્ટ કરી કે "આટલું બધું શો ઑફ શું છે એવું લાગી રહ્યું છે કે ધરતી પર કોઇ ભગવાન આવી રહ્યા છે." એકે લખ્યું "પૈસા હોય તો શું થઈ શકતું નહીં." જો કે ઘણા લોકોએ મુકેશ અંબાણીને દાદા બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
  • વર્ષ 2018માં થયા હતા ઈશાના લગ્ન
  • જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન વર્ષ 2018માં થયા હતા જેમાં બોલિવૂડથી લઈને રાજનીતિ, બિઝનેસ સુધીની મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. આ પછી 19 નવેમ્બર 2022 ના રોજ બંને જોડિયા બાળકોના માતાપિતા બન્યા. આ દરમિયાન બાળકોના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો.
  • અંબાણી અને પીરામલના પરિવાર વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે “અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારા બાળકો ઈશા અને આનંદે 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ઈશા અને બંને બાળકોની સ્વસ્થ છે. પુત્રીનું નામ આદિયા અને પુત્રનું નામ કૃષ્ણા રાખવમાં આવ્યું છે.
  • મહત્વની વાત એ છે કે ઈશા અંબાણી મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી છે જે પોતાની લક્ઝરી લાઈફ માટે જાણીતી છે. એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાની દીકરીના લગ્નમાં લગભગ 100 મિલિયન ડોલર એટલે કે 720 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

Post a Comment

0 Comments