યુવતી ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન, છતાં પણ ફોન પર બંધ ન કરી વાતચીત, જુઓ સંપૂર્ણ ઘટનાનો વીડિયો

  • સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. શક્ય છે કે તમે બધાએ એકવાર તો એવો વીડિયો જોયો જ હશે જે હ્રદયને હચમચાવી નાખે છે. આવા વીડિયો જોયા બાદ યુઝર્સ ડરી જાય છે.
  • આવા વીડિયો જોઈને યુઝર્સ સહમી જાય છે. દરમિયાન તાજેતરમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ચોંકી ગયા છે અને યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.
  • નજીક આવતી ટ્રેનને જોઈને ટ્રેક પર સુઈ ગઈ છોકરી
  • જેમ આપણે બધા જાણીએ છીએ ભારતીય રેલ્વે લોકોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવર બ્રિજ અને અંડરપાસનો ઉપયોગ કરવાની ચેતવણી આપતી રહે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે સુધરવાનું નામ પણ લેતા નથી. લોકોને પાટા પર ન ચાલવા માટે પણ અપીલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક છોકરી ફોન પર વાત કરતી વખતે એટલી ખોવાઈ જાય છે કે તેને બીજી કોઈ વાતનું ભાન રહેતું નથી.
  • વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી ફોન પર વાત કરવામાં એટલી ખોવાઈ જાય છે કે તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. આ ઘટના નાના રેલવે સ્ટેશનની છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને છોકરી રેલ્વે ટ્રેક ક્રોસ કરે છે અને ઉપરથી તે ફોન પર વાત કરતી જોવા મળે છે. આ દરમિયાન પાટા પર એક હાઈસ્પીડ માલસામાન ટ્રેન આવે છે જેને જોઈને યુવતી રેલવે ટ્રેક પર સૂઈ જાય છે.
  • આખી ટ્રેન ઉપરથી પસાર થઈ ગઈ, છતાં ફોન પરની વાત બંધ ન કરી
  • વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન પસાર થયા બાદ છોકરી ઉભી થઇ જાય છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે ટ્રેન તેના પરથી પસાર થઈ ગયા બાદ પણ યુવતી ફોન પર વાત કરવાનું ચાલુ રાખે છે. જી હાં ચાલતી ટ્રેનની નીચે આવીને પણ મહિલા ગભરાવાને બદલે મોબાઈલ પર વાત કરતી જોવા મળે છે.
  • બીજી તરફ ટ્રેનના ગયા પછી જ્યારે તે ઉભી થઇ જાય છે ત્યારે પણ તે મોબાઈલ પર વાત કરી રહી છે જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સની આંખો ખુલ્લી રહી ગઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.
  • અહીં જુઓ વિડિયો
  • તમને જણાવી દઈએ કે નરેન્દ્ર સિંહ નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "આખી ટ્રેન મહિલાની ઉપરથી પસાર થઈ ગઈ છતાં ફોન પર વાત બંધ ન કરી." આ વિડીયો જોયા બાદ ઘણા યુઝર્સે કહ્યું છે કે જીવન કરતા વધુ મહત્વની વાત થઇ રહી હશે.

Post a Comment

0 Comments