જ્યારે તેની આ હરકતના કારણે શાહરૂખ ખાનને ખાવી પડી હતી જેલની હવા, ખુબ થયો હતો હંગામો

  • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના 'બાદશાહ' કહેવાતા સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'પઠાન'ને લઈને ચર્ચામાં છે. 'પઠાન'નું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયા બાદ SRK દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ફિલ્મનો સતત બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
  • ઘણા લોકો શાહરૂખ ખાન વિરુદ્ધ બોલી રહ્યા છે જ્યારે ઘણા લોકો તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે અમે તમને શાહરૂખ ખાન સાથે જોડાયેલો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે તે ગુસ્સાના કારણે જેલમાં ગયો હતો. તો ચાલો જાણીએ શું છે આખો મામલો?
  • આ રીતે શરૂ થયો હતો વિવાદ
  • નોંધપાત્ર વાત એ છે કે શાહરૂખ ખાન શરૂઆતથી જ તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે શાહરૂખ ખાનનું નામ વિવાદો સાથે જોડાયું હતું જોકે તેના ચાહકો હંમેશા તેની સાથે હતા. આવી જ એક ઘટના થોડા વર્ષો પહેલા બની હતી જેનો ખુલાસો શાહરૂખ ખાને વર્ષ 2019માં કર્યો હતો.
  • હકીકતમાં શાહરૂખ ખાન વર્ષ 2019 માં અમેરિકન શો "માય નેક્સ્ટ ગેસ્ટ નીડ નો ઇન્ટ્રોડક્શન વિથ ડેવિડ લેટરમેન" માં દેખાયો જ્યાં તેણે કહ્યું કે કેવી રીતે તેના ગુસ્સાએ તેને જેલમાં પહોંચાડી દીધો હતો.
  • શાહરૂખ ખાનના કહેવા પ્રમાણે “આર્ટિકલમાં કંઈક આવું છપાયું હતું જેના કારણે હું ગુસ્સે થઈ ગયો હતો. પછી મેં મેગેઝિનના એડિટરને ફોન કર્યો. પછી જવાબમાં સાંભળવા મળ્યું કે લેખને માત્ર મજાક તરીકે લો. પણ હું મેગેઝીનની ઓફિસે પહોંચી ગયો. ત્યાં ભારે બહેશ થઇ હતી.
  • જો રિપોર્ટનું માનીએ તો આ મામલા બાદ મેગેઝિનના એડિટરે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે પછી શાહરુખ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરુખે કહ્યું કે “હું પોલીસ સાથે ગયો અને પછી મેં આખો દિવસ જેલમાં વિતાવ્યો. પછી મને જામીન મળી ગયા. શાહરૂખે જણાવ્યું હતું કે તે જેલમાંથી બહાર આવ્યા બાદ સંપાદકના ઘરની સામેથી જ પસાર થયો હતો.
  • શાહરૂખ ખાનનું વર્કફ્રન્ટ
  • તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે આ પહેલા ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ફિલ્મનો સતત બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
  • તે જ સમયે દીપિકાએ પહેરેલી કેસરી રંગની બિકીની પર પણ હંગામો થયો છે. ખેર હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે આ અભિનેતાની ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કરી શકે છે? આ ફિલ્મ સિવાય શાહરૂખ ખાન પાસે 'ડકી' અને 'જવાન' ફિલ્મો પણ છે.

Post a Comment

0 Comments