60 વર્ષથી મશીનમાં બંધ છે આ માણસ, અંદર પડ્યા પડ્યા જ પૂરો કરી નાખ્યો લૉ નો અભ્યાસ, લખી નાખ્યું પુસ્તક

  • આ દુનિયામાં દરેકનું જીવન એક સરખું નથી હોતું. એવા ઘણા લોકો હોય છે જેમણે તેમના જીવનમાં ઘણી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે પરંતુ તેમ છતાં તેઓ હાર માનતા નથી અને તેમના સપના માટે લડે છે અને તેમના સપના માટે જીવે છે. આવી વ્યક્તિઓએ દુનિયામાં અનેક ઉદાહરણો રજૂ કર્યા છે. વિશ્વના ઘણા લોકો તમામ પડકારો સામે લડ્યા અને એવા કાર્યો કર્યા જે લગભગ અશક્ય હતા. આવી જ એક વ્યક્તિ પોલ અલેકઝેન્ડર છે જે "ધ મેન ઇન આયર્ન લંગ" તરીકે પણ પ્રખ્યાત છે. અમેરિકન લેખક પોલ એલેક્ઝાન્ડર 60 વર્ષથી એક મશીનની અંદર બંધ છે અને તેણે આ મશીનની અંદર રહીને કાયદાનો અભ્યાસ કર્યો અને એક પુસ્તક પણ લખ્યું.
  • આ મશીનમાં દરેક શ્વાસ માટે સંઘર્ષ કરીને પોલ અલેકઝેન્ડર દ્વારા લખાયેલ પ્રેરક પુસ્તક હવે વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે. અમેરિકન લેખક પોલ અલેકઝેન્ડર વાંચનનો ખૂબ જ શોખ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પોલ અલેકઝેન્ડર છેલ્લા 60 વર્ષથી ટેન્ક જેવા મશીનમાં બંધ છે. આ તેમના અસ્તિત્વનું એકમાત્ર સાધન છે. પોલ આખો સમય આ મશીનમાં સુતેલો રહે છે. પોલ માટે હલવું પણ ખૂબ મુશ્કેલ છે. તેમણે દૂર રાખવામાં આવેલા કીબોર્ડને પ્લાસ્ટિકની સ્ટિકથી ચલાવીને આ પુસ્તક લખ્યું છે.
  • આ માટે છે મશીનમાં બંધ
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલને 1952થી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેણે શ્વાસ લેવા માટે આયર્ન લંગ (મશીન ફેફસાં)નો આશરો લેવો પડે છે. આ કારણોસર તેણે સૂઈને પુસ્તકનો અભ્યાસ કર્યો અને લખ્યું. તમને જણાવી દઈએ કે જ્યારે પોલ 6 વર્ષનો હતો ત્યારે તે પોલિયોનો શિકાર બની ગયો હતો અને હવે તેની ઉંમર 75 વર્ષથી વધુ છે. પોલિયોના કારણે પોલ મુશ્કેલ જીવન જીવી રહ્યો હતો પરંતુ થોડા સમય પછી મિત્રો સાથે રમતા તે ઘાયલ થઈ ગયો તેનું જીવન સંપૂર્ણપણે બીજાના સહારા પર નિર્ભર થઈ ગયું. પોલિયોની સાથે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. તે ન તો ચાલી શકતો હતો કે ન તો ખાઈ-પી શકતો હતો પછી જાણવા મળ્યું કે પોલિયોના કારણે તેને ફેફસામાં તકલીફ થઈ રહી હતી અને તેના કારણે તે શ્વાસ લઈ શકતો ન હતો.
  • ડોકટરો પાસે તેને યાંત્રિક ફેફસામાં રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જ્યારે તે મોટો થશે ત્યારે તેના સ્વસ્થ થવાની અપેક્ષા હતી. પરંતુ આવું કંઈ થયું નથી. પોલ 60 વર્ષથી મશીનમાં બંધ છે. મશીનમાં રહેતો પોલ હલનચલન પણ કરી શકતો ન હતો. કાયદાના અભ્યાસની સાથે તેણે અપગ્રેડેડ વ્હીલચેરની મદદથી થોડો સમય કાયદાની પ્રેક્ટિસ પણ કરી. પછી તેમણે તેમની જીવનચરિત્ર લખ્યુ.
  • પ્લાસ્ટિકની સ્ટીકથી બુક
  • પોલ માટે આ પુસ્તક લખવું એટલું સરળ નહોતું તેણે પ્લાસ્ટિકની સ્ટિકની મદદથી કીબોર્ડ ઓપરેટ કરવું પડ્યું. તેથી પુસ્તકને પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં. પોલના પુસ્તકની દુનિયાભરમાંથી માંગ છે. લોકો પુસ્તકમાંથી તેમના વિશે વધુ જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે પોલની જેમ દુનિયામાં ઘણા લોકોએ આયર્ન લંગ્સનો ઉપયોગ કર્યો હતો પરંતુ આ સમયે તે દુનિયામાં એકમાત્ર વ્યક્તિ છે જે તેનો ઉપયોગ કરી રહ્યો છે.

Post a Comment

0 Comments