આકાશ ચોપરાએ કરી મોટી ભવિષ્યવાણી, IPLની હરાજીમાં સૌથી વધુ માલામાલ થશે આ 3 ખેલાડી

  • ભારતીય પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ IPL 2023ની ઓક્શન અંગે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે 3 એવા ખેલાડીઓના નામ આપ્યા છે જે આ વખતે ઓક્શનમાં માલામાલ થઈ શકે છે.
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની તમામ ફ્રેન્ચાઈઝીઓએ આઈપીએલની આગામી સિઝન માટે BCCIને રિટેન્શન અથવા રિલીઝ ખેલાડીઓની યાદી સોંપી દીધી છે. ફ્રેન્ચાઈઝીની યાદી જાહેર થયા બાદ હવે રિલીઝ થયેલા ખેલાડીઓ અને કેટલાક નવા ચહેરા મિની ઓક્શનમાં જોવા મળશે આ બધાની વચ્ચે ભારતીય પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે 3 એવા ખેલાડીઓના નામ આપ્યા છે જે આ વખતે ઓક્શનમાં માલામાલ થઈ શકે છે.
  • આકાશ ચોપરાએ આ 3 ખેલાડીઓના આપ્યા છે નામ
  • આકાશ ચોપરાનું માનવું છે કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરૂન ગ્રીન ઘણો મોંઘો ખેલાડી હશે. કેમેરૂન ગ્રીન ઉપરાંત તેણે ગ્લેન્ડના સેમ કુરેન અને બેન સ્ટોક્સને સૌથી મોંઘા ખેલાડી ગણાવ્યા છે. જો ગ્રીન તેનું નામ ઓક્શન માટે રજૂ કરે તો તે સૌથી મોંઘો ખેલાડી બનશે. સેમ કુરેન બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. જ્યારે ત્રીજા ક્રમે બેન સ્ટોક્સ. ઓક્શનની ગતિશીલતા વિચિત્ર છે અને ચોંકાવી શકે છે પરંતુ અહીં પસંદગીનો ક્રમ આ જ હોવો જોઈએ.
  • T20 વર્લ્ડ કપ 2022માં રહ્યા સફળ
  • બેન સ્ટોક્સે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી તેથી ઘણી ટીમો તેના પર દાવ લગાવી શકે છે તે તેની ઘાતક બોલિંગ માટે પણ જાણીતો છે. તે જ સમયે T20 વર્લ્ડ કપ 2022માં સેમ કુરેનને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કેમરૂન ગ્રીન પણ ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતો.
  • આ ભારતીય ખેલાડીઓ પર પણ કરી ભવિષ્યવાણી
  • આકાશ ચોપરાએ અન્ય એક ટ્વિટમાં લખ્યું કેમયંક અગ્રવાલ 23 ડિસેમ્બરે સૌથી મોંઘા ભારતીય ખેલાડી હશે. ત્રણ લેગ-સ્પિનરો- મયંક મારકન્ડે, પીયૂષ ચાવલા અને અમિત મિશ્રા માટે ટીમોએ રસ લેવો જોઈએ. ક્લાસેન, રીઝા હેન્ડ્રીક્સ અને રિલે રિસોને પણ કિંમત મળવી જોઈએ.
  • આ તારીખે યોજાશે IPL મિની ઓક્શન
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ખેલાડીઓની ઓક્શન 23 ડિસેમ્બરે કોચ્ચીમાં યોજાશે. ઓક્શનનું આયોજન કરવાની રેસમાં તુર્કીના શહેર ઈસ્તાંબુલ, બેંગલુરુ, નવી દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ પણ શામેલ હતું પરંતુ બીસીસીઆઈએ કેરલના દરિયાકાંઠાના શહેરને પસંદ કર્યું છે.

Post a Comment

0 Comments