એલપીજી સિલિન્ડરમાં સરકારે કર્યો મોટો ફેરફાર, દેશના દરેક ગ્રાહકને મળશે આ સીધો ફાયદો

  • કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ એક ક્રાંતિકારી પરિવર્તન છે કારણ કે ગ્રાહકો એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકશે.
  • જો તમારી પાસે પણ ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG ગેસ સિલિન્ડર)નું કનેક્શન છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ સમાચાર વાંચીને તમે પણ ખુશ થઈ જશો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા QR કોડ આધારિત સિલિન્ડર લોન્ચ કરવામાં આવ્યું છે. આની મદદથી તમે સિલિન્ડરને ટ્રેક અને ટ્રેસ કરી શકશો.
  • એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકાશે
  • ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ ઘરેલું ગેસ સિલિન્ડરમાં QR કોડ હશે. વિશ્વ એલપીજી સપ્તાહ 2022ના અવસર પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ એક ક્રાંતિકારી પરિવર્તન છે કારણ કે ગ્રાહકો એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકશે.
  • નવા સિલિન્ડર પર વેલ્ડિંગ કરવામાં આવશે QR કોડ
  • તેમણે કહ્યું કે QR કોડ દ્વારા ગ્રાહકો સિલિન્ડર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે. ઉદાહરણ તરીકે સિલિન્ડર ક્યાં રિફિલ કરવામાં આવ્યું છે અને સિલિન્ડર સંબંધિત કયા સલામતી પરીક્ષણો કરવામાં આવ્યા છે. QR કોડ હાલના સિલિન્ડર પર લેબલ દ્વારા ચોટાડવામાં આવશે જ્યારે તે નવા સિલિન્ડર પર વેલ્ડિંગ કરવામાં આવશે.
  • QR કોડ એમ્બેડેડ 20 હજાર LPG સિલિન્ડર બહાર પાડ્યા
  • પ્રથમ તબક્કામાં યુનિટ કોડ-આધારિત ટ્રેક હેઠળ QR કોડ સાથે એમ્બેડેડ 20,000 LPG સિલિન્ડર જારી કરવામાં આવ્યા હતા. જણાવીએ કે આ એક પ્રકારનો બારકોડ છે જેને ડિજિટલ ઉપકરણ દ્વારા વાંચી શકાય છે. પુરીએ કહ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં QR કોડ ફીટ કરવામાં આવશે.
  • તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ની શરૂઆત પહેલા સ્વચ્છ રસોઈ ઇંધણની ઉપલબ્ધતા એ દેશના ગ્રામીણ પરિવારો માટે એક મોટો પડકાર હતો. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ઉજ્જવલા યોજના શરૂ થયા બાદ ગ્રામજનોને રાહત મળી છે.

Post a Comment

0 Comments