ખુબ જ લક્ઝરી છે સોનમ કપૂરના પુત્ર વાયુનો રૂમ, નાની સુનીતાએ આ થીમ પર કર્યો છે તૈયાર: તસવીરો

  • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની 'ફેશન ક્વીન' કહેવાતી ફેમસ એક્ટ્રેસ સોનમ કપૂર આ દિવસોમાં પોતાના પુત્ર વાયુ સાથે એન્જોય કરી રહી છે. ફિલ્મી દુનિયાથી દૂર સોનમ કપૂરે 20 ઓગસ્ટ 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. નોંધનીય છે કે અનિલ કપૂરે પણ નાના બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. હવે આ દરમિયાન સોનમ કપૂરે તેના પુત્રના નર્સરી રૂમની એક ઝલક બતાવી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ વાયુ આહુજાની નર્સરીની તસવીરો…
  • ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન વર્ષ 2018માં થયા હતા. આવી સ્થિતિમાં લગ્નના 4 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બન્યા હતા. સોનમ કપૂર અવારનવાર પોતાના પુત્ર સાથે ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે. હવે તેને વાયુની નર્સરીની ઝલક બતાવી જે ઘણી લક્ઝરી છે.
  • રિપોર્ટ અનુસાર વાયુના આ રૂમને સોનમ કપૂરની માતા સુનીતા કપૂરે સજાવ્યો છે. જોઈ શકાય છે કે આ નાની એવી નર્સરીમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ એકદમ અનોખી છે. સોનમ કપૂરે એ પણ કહ્યું હતું કે તેને પહેલેથી જ ખબર હતી કે એક છોકરો આવશે. આવી સ્થિતિમાં પુત્રના જન્મ પહેલા જ તેણે રૂમ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. તે જોઈ શકાય છે કે નર્સરી રૂમને વધુ આકર્ષક બનાવવા માટે રમકડાં સાથે એકદમ ભવ્ય અને સાથે વધારે એલિગેન્ટ બનાવામાં આવ્યો છે.
  • આ સિવાય વાયુની નર્સરીની દિવાલો પર પણ જંગલ થીમનું એક પેન્ટિંગ બનેલી છે જે બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ સિવાય તેમાં ઘણા નાના-નાના કાર્ટૂન પણ જોવા મળી રહ્યા છે. ત્યાં ફર્નિચરને પણ ખૂબ જ અનોખો લુક આપવામાં આવ્યો છે. આ સાથે રૂમમાં ઘણા નાના રમકડા પણ રાખવામાં આવ્યા છે. સફેદ અને ભૂરા રંગના કોમ્બિનેશનથી બનેલી આ નર્સરી એકદમ શાનદાર અને સુંદર છે.
  • આ તસવીરો શેર કરતાં સોનમ કપૂરે કેપ્શનમાં લખ્યું હતું કે “આ તે લોકો માટે પ્રશંસાની પોસ્ટ છે જેમણે મારી માતાને મદદ કરી અને તેને મારા બાળકના આગમન માટે તૈયાર કરી. વાયુની નર્સરીની ડિઝાઇન, ફર્નિચર, વૉલપેપર સહિત રૂમની દરેક વસ્તુ અદ્ભુત છે."
  • તમને જણાવી દઈએ કે સોનમ કપૂર લગ્ન કર્યા પછીથી ફિલ્મી દુનિયાથી દૂર છે. લગ્ન બાદ સોનમ તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહેવા લાગી હતી. જોકે તે પ્રેગ્નન્સી દરમિયાન ભારત પાછી આવી અને તેણે ભારતમાં જ પુત્રને જન્મ આપ્યો.
  • હાલ તે તેના પિતા અનિલ કપૂરના ઘરે રહે છે. તમને જણાવી દઈએ કે સોનમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

Post a Comment

0 Comments