પહેલીવાર માતા બની હથીની, બાળકની આસપાસ ઉભું રહી ગયું આખું ટોળું, પછી જે જોવા મળ્યું તે અદ્ભુત હતું - વીડિયો

  • પ્રથમ બાળક દરેક માતા માટે ખાસ હોય છે. જો ક, જ્યારે તે જન્મે છે ત્યારે તે થોડી નર્વસ પણ થઈ જાય છે. કારણ કે તેને બાળકોની સંભાળ લેવાનો કોઈ અનુભવ હોતો નથી. આવી સ્થિતિમાં આસપાસના લોકો તેની મદદે આવે છે. તેને બાળકની સંભાળ રાખવાનું શીખવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક પ્રાણીઓમાં પણ આવું જ થાય છે. ખાસ કરીને હાથીઓના ટોળામાં આવા દ્રશ્યો જોવા મળે છે.
  • હાથીનીએ પહેલીવાર આપ્યો બાળકને જન્મ
  • ખરેખર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક હાથીનીનો બાળકને જન્મ આપતો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે આ હાથીનીએ પહેલીવાર બાળકને જન્મ આપ્યો છે. જો કે અચાનક બાળકને તેની સામે જોઈને તે થોડી ગભરાઈ જાય છે. બાળકની નાળ પણ આંશિક રીતે હાથી સાથે જોડાયેલી હોય છે. તેને સમજાતું નથી કે શું કરવું. તે પછી શું થાય છે તે અકલ્પનીય દૃશ્ય છે.
  • હાથીનીને ડરતી જોઈને હાથીઓનું આખું ટોળું ત્યાં આવે છે. તેવોએ બાળકને ઘેરી લીધું. આ પછી તે હાથીનીને મદદ કરે છે. આનાથી હાથીનીને પણ હિંમત મળે છે. શરૂઆતમાં તે ઘણા કલાકો સુધી બાળક તરફ જોતી રહે છે. પરંતુ પછી તેણીનો પ્રેમ જાગે છે અને તેણી પ્રેમથી તેની સૂંઢથી બાળકને સહેલાવે છે.
  • મદદ માટે આગળ આવી ટોળાની મોટી માદાઓ
  • આ અદ્ભુત દૃશ્ય કેન્યાના એક વન્યજીવ અભયારણ્યનું છે. અહીં શેલ્ડ્રિક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સંસ્થા અનાથ હાથીના બાળકોના બચાવ, પુનવાર્સ અને મુક્તિ માટે કામ કરે છે. સંસ્થાએ બાળકનું નામ મિલો રાખ્યું છે. તેનો અર્થ છે "પ્રિય."
  • વિડિયો શેર કરતાં શેલ્ડ્રિક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે કેપ્શનમાં લખ્યું છે કે “હાથીનું બાળક અમારી નજર સામે જન્મ્યું. આ ઘટના ગઈકાલે સવારે બની હતી. પૂર્વ અનાથ મેલિયાએ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો. અદ્ભુત દૃશ્ય." લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે પણ કુદરતનો આ અદ્ભુત નજારો જોઈને આશ્ચર્યચકિત છે.
  • ટ્રસ્ટે જણાવ્યું કે હાથીનોએ પોતાની પ્રેગ્નન્સીની વાત ગુપ્ત રાખી હતી. અમને તેની બિલકુલ અપેક્ષા નહોતી. અમને લાગ્યું કે તેનું વજન વધી ગયું છે. પરંતુ જ્યારે અમે તેજ અવાજ સાંભળ્યો અને હાથીઓની હલચલ જોઈ ત્યારે અમે ચોંકી ગયા. અમે તેની મદદે આવીએ તે પહેલાં ટોળાની બાકીની વૃદ્ધ માદાઓ મદદ કરવા ત્યાં પહોંચી ગઈ.
  • અહીં જુઓ વિડિયો
  • બાય ધ વે તમને હાથીઓ નો આ સુંદર વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જરૂર જણાવો.

Post a Comment

0 Comments