રાજુ શ્રીવાસ્તવ-દીપેશ ભાનની જેમ એક્ટર સિદ્ધાંત વીરનું નિધન, જીમમાં વર્કઆઉટ દરમિયાન થયું મોત

  • ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ 'કુસુમ' દ્વારા ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર ફેમસ એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી હવે આ દુનિયામાં નથી. રિપોર્ટ અનુસાર શુક્રવારે મુંબઈના એક જીમમાં વર્કઆઉટ કરતી વખતે સિદ્ધાંતને હાર્ટ એટેક આવ્યો હતો જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ 1 કલાક બાદ તેનું મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે સિદ્ધાંતના મૃત્યુ પર કોઈ વિશ્વાસ નથી કરી રહ્યું. તેમની આ રીતે દુનિયામાંથી વિદાય એ ચાહકો માટે ઊંડો આઘાત છે.
  • મૉડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત
  • 15 ડિસેમ્બર 1975ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. આ પછી તેણે 'કુસુમ'થી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી તેણે પોતાના કરિયરમાં 'કસૌટી ઝિંદગી કી', 'કૃષ્ણા અંર્જુન ', 'ક્યા દિલ મેં હૈ' જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું. અભિનેતા છેલ્લે 'ઝિદ્દી દિલ માને ના' અને 'ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ચાહકો તેને સિદ્ધાંતની સાથે-સાથે આનંદ સૂર્યવંશી તરીકે પણ ઓળખતા હતા.
  • તમને જણાવી દઈએ કે ટીવી સેલેબ્સ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. મશહૂર અભિનેતા જય ભાનુશાલીએ સિદ્ધાંતનો એક ફોટો શેર કર્યો અને લખ્યું “ભાઈ તમે બહુ જલ્દીથી ચાલ્યા ગયા. મને એક કોમન ફ્રેન્ડ પાસેથી આ સમાચાર મળ્યા. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેનું મૃત્યુ થયું.
  • બીજી તરફ સિદ્ધાંતના કો-એક્ટર કુણાલ કરણ કપૂરે કહ્યું "સિદ્ધાંત ખૂબ જ સારો વ્યક્તિ હતો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે તેણે અમને આ રીતે છોડી દીધા. સેટ પર ફિટનેસના સંદર્ભમાં તે આપણા બધા કલાકારો માટે પ્રેરણારૂપ હતા. ભલે તે ગમે તેટલો થાકી ગયો હોય તેણે ક્યારેય તેનું જિમ મિસ કર્યું નથી. તેમના નિધનથી અમે બધા શોકમાં છીએ."

  • અભિનેતાએ કર્યા હતા બે લગ્ન
  • સિદ્ધાંત વીર સૂર્યવંશીના અંગત જીવનની વાત કરીએ તો તેમના પ્રથમ લગ્ન ઇરા નામની છોકરી સાથે થયા હતા પરંતુ વર્ષ 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેને એક પુત્રી પણ છે. આ પછી સિદ્ધાંતે લિસિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા જેના પછી તેમના ઘરે પુત્રનો જન્મ થયો.
  • નોંધનીય છે કે સિદ્ધાંત વીર સૂર્યવંશી પ્રથમ અભિનેતા નથી જેનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે મૃત્યુ થયું હોય આ પહેલા જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પણ આ રીતે મૃત્યુ થયું હતું. આ સિવાય 'ભાભી જી ઘર પર હૈ' ફેમ એક્ટર દિપેશ ભાનનું પણ આ જ રીતે નિધન થયું હતું.

Post a Comment

0 Comments